________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓએ
ગિરનારજીથી શંખેશ્વર છ'રી પાલિત સંઘ લઈને પધારેલા. એમના શિષ્યો મારી પાસે આવતા. પ્રશ્નો પૂછતા, સમાધાનો મેળવતા... અત્યંત ગુણિયલ મહાત્માઓ! ન ઈચ્છીએ તો ય સ્નેહ બંધાઈ જાય એવા ગુણિયલ મુનિવરો!
એક દિવસ એકાદ શિષ્યના મોઢેથી મેં વાત સાંભળી કે ‘અમારા ગુરુજીએ ગિરનારજીની યાત્રા ન કરી...’ એટલે મને થયું કે આ જબરું કહેવાય. ભારતભરના લાખો લોકો શાશ્વતા તીર્થ ગિરનારજીની યાત્રા કરવા જાય છે. અને આ શું કરી રહ્યા છે ?
મને કુતૂહલ થયું... એટલે ઉપડયો એમની પાસે! સુખશાતાપૃચ્છાદિ પતાવીને અવસર જોઈને પ્રશ્ન પૂછી લીધો.
એ વયોવૃદ્ધ સંયમી મહાત્મા બોલ્યા...
“મહારાજ ! અમે ચોમાસું પાલિતાણા હતા. ત્યાંથી ગિરનારજીનો વિહાર હતો, છ'રી પાલિતસંઘ જ હતો. મેં સંઘ નીકળતા પહેલા પાલિતાણામાં એક યાત્રા કરી, પણ હવે આવ્યું છે ઘડપણ! શરીરની શક્તિઓ ક્ષીણ થવા લાગી છે. એટલે એ યાત્રા મારે ભારે પડી, પછી તો તરત જ સંઘ ચાલુ થયો. રોજના ૧૫-૨૦ કિ.મી. ચાલવાનું! હું ડોળી-વ્હીલચેર વાપરતો નથી. એટલે આ બધો વિહાર પણ મારે ખેંચીને કરવો પડ્યો.
એમ કરતા અમે પહોંચ્યા ગિરનારજી!
ત્યાંથી તરત જ શંખેશ્વરનો સંઘ હતો. એટલે મને વિચાર આવ્યો કે ‘જો અહીં યાત્રા કરીશ અને મારું શરીર ઢીલું પડી જશે, તો આ સંઘ અટવાઈ જશે, ખેંચવું ભારે પડશે. નક્કી કરેલા સંઘને હવે કંઈ બંધ કરાય નહિ, બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ હોય...
એટલે મેં ગિરનારજીની યાત્રા ન કરી.
""
‘આપશ્રી ગિરનારજી પહેલા ક્યારેય ગયા છો ?’
‘ના, દીક્ષાજીવનમાં જ નહિ, પણ આખી જીંદગીમાં ય પ્રથમવાર ગયેલો.’
‘શું કહો છો ? તો આપને ઈચ્છા ન થઈ યાત્રા કરવાની ? અરે, સાધુ-સાધ્વી ભગવંતો સેંકડો કિ.મી.નો વિહાર કરીને યાત્રા કરવા આવે છે, અને આપ ત્યાં પહોંચ્યા પછી પણ યાત્રા નથી કરતા ? ગજબ કહેવાય.'
‘પણ કેવીરીતે કરું ? શરીરની શક્તિ હોવી જોઈએ ને ?’
‘ડોળીમાં થઈ શક્ત ને ? આપ ક્યાં વજનવાળા છો... સાવ સુકલકડી કાયા છે. ત્યાં તો ડોળીની વ્યવસ્થા છે જ. આપના તો ઢગલાબંધ શ્રીમંતો ભક્તો છે. શું કોઈ ડોળીના પૈસા ચૂકવવા તૈયાર ન હતું ?'
પૈસાનો તો પ્રશ્ન જ નથી, મહારાજ!' એ વૃદ્ધમુનિ હસ્યા, માર્મિક હસ્યા, ‘૧૦,૦૦૦ રૂ।. થાય કે લાખ થાય તો ય પ્રશ્ન નથી.’
૯૨