Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 81
________________ ~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -~ એ સમજી રાખવું. હા ! યુવાનોને વિશેષથી જરુર છે.. વગેરે બાબતોનો નિષેધ નથી. પણ આત્મકલ્યાણ તો વૃદ્ધોને પણ આવશ્યક જ છે. અને હવે તો વૃદ્ધોની શિબિરોમાં પણ પુષ્કળ સફળતાઓ મળવા માંડી છે...) જનનીની જોડ સખી નહિ જડે રે લોલ... “સાધ્વીજી ભગવંત ! આ મારો બાર વર્ષનો દીકરો છે, થોડાક જ સમય પહેલા એને માંદગી આવી, છેવટે રીપોર્ટ કરાવતા ખ્યાલ આવ્યો કે એને છેલ્લા સ્ટેજનું કેન્સર થયેલું છે. એ હવે વર્ષો તો નહિ જ, પણ મહિનાઓ કાઢે તો ય ઘણું છે.” મુંબઈ મોહમયી નગરીના એક ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંત પાસે દીકરા સાથે વંદન-દર્શન માટે પહોંચેલી આધુનિક જમાનાની છતાં ધર્મના રંગે રંગાયેલી એક માતાએ ભીના સ્વરે પોતાના લાડીલા દીકરાના મૃત્યુની આગાહી કરી દીધી. | મુખ્ય સાધ્વીજી ભગવંત અવાચક બની ગયા. શું જવાબ આપવો? શું આશ્વાસન આપવું? એ સમજી ન શક્યા. પણ સાધ્વીજી કંઈ બોલે, એ પૂર્વે જ એ મમ્મી બોલવા લાગી. “સાહેબજી ! મારા ઘરે આવેલો આ આત્મા કોઈપણ ભોગે દુર્ગતિમાં તો ન જ જવો જોઈએ. મારી આ એક જ ભાવના છે. મારો દીકરો તો મારે ગુમાવવો જ પડવાનો, પણ દીકરો સદ્ગતિ ન ગુમાવી દે એ મારી ઈચ્છા છે. હું આપની પાસે એ માર્ગદર્શન લેવા આવી છું કે હું એવું શું શું કરું કે જેથી આ છેલ્લા દિવસો-મહિનાઓ મારો દીકરો અત્યંત ધર્મમય જીવન જીવીને સદ્ગતિને પામે..” બહેન બોલ્યા અને વહાલથી એમનો હાથ દીકરાના મસ્તકે, પીઠ પર ફરવા લાગ્યો. શબ્દોમાં વેદના, ખુમારી, લાગણી... બધું જ ભેગું હતું. - સાધ્વીજી બોલ્યા, “તમારી ભાવના અતિ-ઉત્તમ છે. પણ એ માટે હવે તમારે સખત ભોગ આપવો પડશે. પહેલી વાત તો એ કે હૈયું પત્થર જેવું કઠોર બનાવવું પડશે, રડવાનું નહિ, દીન બનવાનું નહિ, પૂરી મક્કમતા રાખવાની. આ મંજુર કરો. બાધા લો, પછી બીજી વાત !” કબુલ છે, સાહેબજી ! માનું હૈયું છે, એટલે દીકરાની વધતી જતી એ વેદનાઓને શી રીતે મુંગા મોઢે કે હસતા મોઢે જોઈ શકે. છતાં આપી દો બાધા ! એના પ્રાણ નીકળ્યા બાદ જ મારી આંખોમાંથી આંસુ ટપકશે. એ પૂર્વે કદાપિ નહિ.” સાધ્વીજીએ બાધા આપી, અને એ પછી આરાધનાઓ સુચવી. - “નિત્ય અષ્ટપ્રકારી પૂજા-પુણ્યપ્રકાશનું સ્તવન - સારા પુસ્તકોની વાતો કહેવી - મરણ વખતે પ્રસન્ન રહેનારા મહાપુરુષોની કથાઓ કહેવી... રોગ આગળ વધે અને છેલ્લે પથારીવશ બનવાનું થાય, તો ઘરે એક રૂમમાં ચારેબાજુ તીર્થના-પ્રભુજીના મોટા ફોટાઓ લગાડી દેવા. એને સતત એના

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128