Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 88
________________ -~-~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~~ એમણે આવીને ગુરુણીને વાત કરી, એ પણ આશ્ચર્ય પામ્યા, આનંદ પણ થયો. પણ આવું કામ કોણે કર્યું હશે ? એ જાણવાની ઈંતેજારી એકદમ વધી ગઈ. એમણે જાહેરમાં બધા સાધ્વીજીઓને પ્રશ્ન કર્યો. કોઈએ જવાબ ન વાળ્યો, છેવટે એક સાધ્વીજી બોલ્યા.. ગુરુજી! મને ખબર છે કે આ મહાન વૈયાવચ્ચ કોણે કરી છે...” એમ કહીને એમણે એક સાધ્વીજી પ્રત્યે આંગળી ચીંધી. ગોચરી વહેલી પતાવીને એ વાડામાં ગયા, બધા પ્યાલાની અશુચિ તેઓ જાતે દૂર જઈ પરઠવી આવ્યા, બધા પ્યાલા ધોઈ કરીને મૂકી દીધા. કોઈને ખબર પણ ન પડવા દીધી. એમણે તો મારી આંખ ઉઘાડી છે.” સાધ્વીજીનો સ્વર ભીનો થઈ ગયો. સૌની આંખો ભરાઈ ગઈ. કારણ કે બધા જાણતા હતા કે આ કામ કરનાર સાધ્વીજી મુંબઈના અતિસુખી પરિવારના દીકરી હતા. એમણે કદી રસોડાનું કામ કર્યું ન હતું, જીંદગીમાં ચા-કોફી બનાવવા જેટલો પણ પરિશ્રમ લીધો ન હતો. આવા એ સાધ્વીજી આજે માત્ર પ-૬ વર્ષના દીક્ષા પર્યાયમાં આવા પ્રકારની અશક્યપ્રાયઃ વૈયાવચ્ચ શી રીતે કરી શકે ? પણ, ન તો એમને જુગુપ્સા થઈ, ન આનો અહંકાર જાગ્યો, ન એમણે સ્વની પ્રશંસા કે પરની નિંદા કરી, સંયમીઓની ભક્તિનો લાભ લેવાના એક માત્ર ઉદેશથી એમણે આવી શ્રેષ્ઠ વૈયાવચ્ચ કરી... (ગોચરી-પાણી-સંથારાદિની ભક્તિ સહેલી છે, પણ લઘુ-વડીનીતિ વગેરેની...? આ સાધ્વીજીના ભાઈએ એમના જીવનથી પ્રભાવિત થઈને ઘરમાં Tv.... ફ્રીજ... વગેરે કશું જ વસાવ્યું નથી. આ સાધ્વીજીના મમ્મીએ દીકરીને ખુશ કરવા ભણવાનું શરૂ કર્યું, અને ૫૦ વર્ષની ઉંમરે ભણવાનું ચાલુ કરેલું હોવા છતાં ૪ પ્રકરણ – ૬ કર્મગ્રન્થનો અભ્યાસ કર્યો, અત્યારે બીજી બુકનો અભ્યાસ ચાલે છે. આ સાધ્વીજીના પિતાશ્રી નિવૃત થઈને શાસનના કાર્યોમાં તન-મન-ધનથી જોડાઈ ગયા છે.) ૮૬

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128