________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ થઈ, પણ પપ્પાએ અતિરાગના કારણે ના પાડી. છેવટે પાલિતાણામાં બધાની ઉપરવટ જઈને ભાગીને દીક્ષા લીધી. સમાચાર મળતા જ પરિવાર દોડી આવ્યો, મને સાધ્વીવેષમાં જોઈને પપ્પા બેભાન થઈ ગયા. હોસ્પીટલ લઈ જવા પડ્યા. ચાર પાંચ કલાકે આઘાત ઓછો થયો, પાછા મારી પાસે આવ્યા, ખૂબ-ખૂબ રડ્યા, પણ છેલ્લે શિખામણ આપી “હવે લીધી જ છે દીક્ષા ! તો બરાબર પાળજે. એમાં ઢીલી ન પડીશ.”
પિતાજી દીક્ષા બાદ અનેકવાર વંદન માટે આવતા. એમણે ત્રણ-ચાર પ્રસંગોમાં મારા પર સાચો આત્મિક ઉપકાર કર્યો છે. મારી આંખો ઉઘાડી છે.
> એકવાર સૂર્યાસ્ત થવાની તૈયારી હતી, ત્યારે તે ઉપાશ્રયે આવી ચડ્યા, બહાર જ ઉભા રહ્યા. હું ઉપાશ્રયના હોલમાંથી બહાર આવી, જેથી સંસારી પિતાજી વંદન કરી શકે... (અર્થાત્ મયૂએણ વંદામિ...)
પણ હું જેવી દરવાજા પાસે પહોંચી કે તરત જ પિતાજીએ મને કટાક્ષની ભાષામાં કહ્યું કે “તમે તો ભાગીને દીક્ષા લીધી છે, બરાબર ને ?”
કેમ આવું પુછો છો ? એ તો તમને પણ ખબર જ છે ને ?'
એટલે તમારી દીક્ષામાં ઉપકરણોના ચડાવા નથી બોલાયા, બધા ઉપકરણો તમને તો મફત જ મળી ગયા, બરાબર ને ?'
એટલે ?' હું મુંઝાઈ ગઈ.
એટલે જ તમને એ મફતમાં મળેલા ઉપકરણોની કિંમત ન હોય, એ સ્વાભાવિક છે. માટે જ તમે હમણા ઉપાશ્રયમાંથી ચાલતા ચાલતા અહીં આવ્યા, ત્યારે ઉપાશ્રયમાં અંધારુ હોવાના કારણે જમીન પર જીવો ન દેખાતા હોવા છતાં દંડાસન કે ઓઘાથી પુંજવાની ક્રિયા કર્યા વિના જ અહીં આવ્યા. તમને દંડાસનની કિંમત નથી. જો ચડાવા બોલાયા હોત, તો દંડાસનની હજારો રૂપિયાની કિંમત તમારા ધ્યાનમાં આવત.'
ત્યારે મને ભાન થયું કે પિતાજી મારા અસંયમ માટે વ્યથિત બન્યા હતા, અને માટે જ લાગણીસભર કડક ભાષામાં મારી આંખ ઉઘાડી રહ્યા હતા.
મેં તરત બાધા લીધી કે “ઉપાશ્રયમાં અંધારું થાય, નીચે સ્પષ્ટ દેખાતું બંધ થાય એટલે મારે તરત દંડાસનનો ઉપયોગ શરુ કરી જ દેવો.”
શંખેશ્વર બાજુના વિહારમાં રસ્તો કાંકરીવાળો ખરાબ આવવાથી હું પગમાં મોજા-જોડા પહેરીને ચાલતી હતી. જોગાનુજોગ પિતાજી મને વંદન કરવા માટે નીકળેલા અને એમણે ગાડીમાંથી જોયું કે “હું પગમાં જોડા પહેરીને વિહાર કરું છું.”
અમે સ્થાને પહોંચ્યા, એ પણ ત્યાં આવ્યા. ઔપચારિક વાતો બાદ મને કહે “મ.સા. ! તમે દીક્ષા લીધી, ત્યારે એ તો ખબર જ હતી ને ? કે સંયમજીવનમાં આવા કાંટા-કાંકરા જેવા