________________
આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ (કામળીકાળમાંથી આવેલા હોવાથી તરત તો એની ગડી કરાય નહિ ને ?).
બપોરે બાળકોમાં વાચના આપવા માટે અહિંસા પેવેલિયન (ઉપાશ્રયને આ નામ આપવામાં આવેલું...) ના હોલમાં જઈ ચડ્યા. મોટા સ્ટેજની સામે ત્રણસો બાળકો ગોઠવાઈ ગયેલા હતા. મુનિરાજે જોયું કે સ્ટેજ પર ચડવા માટે ત્રણ વિકલ્પો હતા.
(૧) બે બાજુ લાકડાની બનાવટના દાદરાઓ ગોઠવેલા હતા, જે જમીન સાથે કાયમી ફીટ નહિ. હલાવી-ચલાવી શકાય એવા !
(૨) બે બાજુ સ્ટેજના જ એક ભાગ રૂપ, સ્ટેજની સાથે કાયમી ફીટ એવા પગથિયા હતા.
(૩) કોઈપણ દાદરાનો ઉપયોગ કર્યા વિના જ જરાક પગ ઉંચા કરીને પણ સ્ટેજ પર ચડી શકાય એમ હતું. - મુનિએ એ દિવસો દરમ્યાન બીજા-ત્રીજા વિકલ્પનો જ ઉપયોગ કર્યો.
એકવાર છોકરાઓએ જિજ્ઞાસાથી આ અંગે પ્રશ્ન કર્યો, ત્યારે જવાબ વાળ્યો કે “જુઓ, લાકડાના અસ્થિર દાદરા ઉપર પગ મૂકું, ત્યારે એ દાદરા દબાય છે, એટલે જો એ જગ્યાએ કંથવા-કડી-કરોળીયાદિ કોઈપણ જીવો હોય, તો દાદરા + જમીન વચ્ચે દબાઈ જવાથી મરી જાય. માટે આવા અસ્થિર દાદરા ઉપર અમારાથી પગ ન મુકાય.” - ઉનાળાના એ દિવસોમાં વાચના વખતે ત્રણસો બાળકોની ઉપર રહેલા પંખાઓ કોઈકે શરુ કરી દીધા. મુનિની ઉપરના પંખા શરુ ન કર્યા, મુનિ કંઈક બોલે, એ પહેલા તો બાળકોને સંભાળનારા એક મોટાભાઈએ જ મોટા અવાજે સ્પષ્ટ સૂચના કરી દીધી કે “પંખાઓ બંધ કરી નાંખો, તમને શરમ નથી આવતી, કે આપણે મુનિની સામે બેસીને પ્રવચન સાંભળી રહ્યા છીએ. આપણે પીક્યર-નાટક જોવા નથી આવ્યા. મુનિ ચોવીશ કલાક આ ગરમી સહન કરે છે, આપણે માત્ર પોણો કલાક સહન ન કરી શકીએ ?'
એના શબ્દોમાં સાધુઓના ત્યાગધર્મ પ્રત્યેનો જે છલોછલ બહુમાનભાવ નીતરતો હતો, એને જોઈને-સાંભળીને-અનુભવીને મુનિ અત્યંત પ્રસન્ન થયા અને એમણે એની ભરપૂર પ્રશંસા પણ કરી.
(શ્રી મહાનિશીથસૂત્રમાં ફરમાવ્યું છે કે સુસઢ નામનો સાધુ ઉત્કૃષ્ટ તપ કરતો હતો, પણ પજીવનિકાયની રક્ષા-જયણા બાબતમાં અજ્ઞાની હોવાથી અને માટે જ જયણા સાચવી શકતો ન હોવાથી એમનો સંસાર વધી ગયો... તપશ્ચર્યા જો આવશ્યક છે, તો એના કરતા લાખગણી આવશ્યક છે જયણા ! આપણા નિમિત્તે ષકાયની હિંસા ઉભી ન થાય., સાક્ષાતુ ન થાય, અનુમોદિત ન થાય એની કાળજી આપણે રાખવી જ રહી.)