________________
- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ दुष्प्रतिकारौ मातापितरौ
(એક સાધ્વીજીના શબ્દોમાં) અમદાવાદ ઓપેરાહાઉસ આમ્રપાલી એપાર્ટમેન્ટમાં અમે રહેતા. યુવાનવય થઈ, ત્યાં સુધી જૈન સાધુ-સાધ્વી કોને કહેવાય ? એની પણ મને ખબર ન હતી. પપ્પાનો મારા પર અતિશય લાડ ! નાનપણથી જ રાજકુમારીની માફક ઉછેર થયેલો. કોલેજ લાઈફની જીંદગી કેટલી બધી સ્વચ્છંદતા ભરેલી હોય, એ તો સૌ કોઈ જાણે જ છે.
હું કાયમ માટે સ્કુલ-કોલેજમાં ફર્સ્ટ જ આવી છું.
એક દિવસ હું કાઈનેટીક પર બેસીને કોલેજ જતી હતી, રસ્તામાં એક માણસ સાથે અથડામણ થઈ. એ ભાઈ પડી ગયા, એમને થોડું વાગ્યું પણ ખરું. હું મુંઝાઈ ગઈ. ભૂલ મારી હતી, હવે શું કરવું?
‘તમે મારી પાછળ બેસી જાઓ, હું તમને દવાખાને લઈ જાઉં.” મેં સરળભાવે વાત કરી.
પેલા ભાઈ હસી પડ્યા “બહેન ! તમે જલ્દી ભાગી જાઓ. નકામા જો બધા ભેગા થશે, તો તમારે ઠપકા ખાવા પડશે... અને અમારે-મારે તમારી પાછળ બેસી જ ન શકાય...”
છેલ્લી વાત હું કંઈ સમજી નહિ, પણ મારાથી એમને નુકસાન થયું હોવા છતાં એ મારા માટે કાળજી કરે... આવી વ્યક્તિ મેં જીંદગીમાં પ્રથમવાર જોઈ.
હું ત્યાંથી ભાગી તો ગઈ, પણ હું એ ભાઈને, એમની નિખાલસતાને ભૂલી ન શકી. કોલેજમાં મન ન ચોંટ્ય, સતત એ પ્રસંગ જ યાદ આવ્યા કરે. “મને ઠપકો આપવાને બદલે, મોઢું બગાડવાને બદલે આવા પ્રસંગોમાં ય હસતા રહેવાની સિદ્ધિ મેળવનાર એ ભાઈ જબરા
કહેવાય.
- ઘરે આવીને મેં પપ્પાને આ વાત કરી, “કોણ હતા એ ભાઈ ?' પપ્પાએ પ્રશ્ન કર્યો, પણ મારી પાસે એનો કોઈ જવાબ ન હતો.
બીજા દિવસે હું પપ્પાની સાથે સ્કુટર પર જતી હતી, ત્યારે જોગાનુજોગ એ જ ભાઈ મને રસ્તે જતા દેખાયા. પાટો બાંધેલો પણ દેખાયો.
“પપ્પા ! મેં જે ભાઈની વાત ગઈકાલે કરેલી, એ જ આ ભાઈ !” મેં એ ભાઈ સામે આંગળી કરીને પપ્પાને વાત કરી.
પપ્પા હસી પડ્યા, “ગાંડી ! તને આટલી પણ ખબર નથી? એ તો આપણા જૈન ધર્મના સાધુ મ. છે...” ત્યારે મને ભાન આવ્યું કે આ બધા અમારા સાધુઓ કહેવાય.
(જૈનસાધુઓ જોયા હોય, પણ એમને કયા નામથી ઓળખાય, એનો અંદાજ ન હોય, અત્યારે ન્યુ જનરેશન સાધુ-સાધ્વીઓને અંકલ-આંટી કહે છે ને ?)
બસ, એ પછી એ સાધુ ભ.ના પરિચયાદિથી ધર્મના માર્ગે આગળ ધપી, દીક્ષાની ભાવના