Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 66
________________ આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ સરઘસ ફરતું ફરતું ઉપાશ્રય પાસે આવ્યું, ત્યારે મુનિએ પાડા ઉપર મંત્રિત વાસક્ષેપ કર્યો, અને પાડો એવો તો તોફાને ચઢ્યો કે ચારે પગે ઉછળવા લાગ્યો. નાસભાગ થઈ. દૈવીપ્રકોપ હોવાની વાત વહેતી થઈ. ગ્રામજનો ઉપાશ્રયમાં આવ્યા. | મુનિ કહે “માતા સંતાનના વધથી રાજી ન થાય. તમે સંકલ્પ કરો કે બલિદાન આજે પણ નહિ, અને ક્યારેય પણ નહિ તો પાડો શાંત થઈ જશે.” અને ખરેખર એમ જ થયું. (૮) કતારગામ સુરતમાં શત્રુંજયાવતાર આદિનાથ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મોટો માનવ મહેરામણ એકઠો થયેલો. વિજ્ઞસંતોષીઓએ “ગંદકી-રોગચાળો-મરકી થશે” એની ફરિયાદ કરી. ગોરો કલેક્ટર આવ્યો, વ્યવસ્થા જોઈ ખુશ થયો. મુનિશ્રીના આશિર્વાદ લઈને પાછો ફર્યો. (૯) સૌથી અગત્યની વાત આ મુનિએ સંવેગી દીક્ષા લીધેલી ખરી, પણ એ તપાગચ્છમાં નહિ, ખરતરગચ્છમાં ! ખરતરગચ્છીય આચાર્ય સુખસાગરજીના એ શિષ્ય બનેલા હતા. વિ.સં. ૧૯૪૧માં પાટણમાં સ્થિરતા દરમ્યાન એમણે જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવ્યા. ત્યાંના શ્રાવકોએ કહ્યું કે “અમે તપાગચ્છના છીએ, આપ અમને તપાગચ્છની સામાચારી પ્રમાણે ક્રિયા કરાવશો ?” મુનિશ્રીએ જવાબ આપ્યો કે “જો કે અત્યાર સુધી મેં ખરતરગચ્છની સામાચારીનું જ પાલન કર્યું છે. પણ મારા મનમાં સામાચારી બાબતમાં એવો કોઈ આગ્રહ નથી. મારે હવે ગુજરાત બાજુ જ લગભગ રહેવાનું છે, અને અહીં તપાગચ્છના આરાધકો વધારે છે. તમે બધા વર્ષોથી તપાગચ્છની સામાચારીથી ટેવાયેલા છો. ગુજરાતમાં મોટા ભાગે આ સ્થિતિ છે. માટે હવેથી હું તપાગચ્છની સામાચારી પાળીશ.” અને એ દિવસથી મુનિશ્રીએ તપાગચ્છની સામાચારી પાળવાની શરુ કરી દીધી. પણ થોડાક વખત બાદ મુંબઈમાં મુનિશ્રી પાસે કલકત્તાથી બાબુ બદ્રીદાસ વગેરે શ્રાવકો મળવા માટે આવ્યા, અને વિનંતિ કરી કે “મધ્યપ્રદેશ મારવાડમાં ખરતરગચ્છની સામાચારી કરાવનાર સાધુઓની અછત છે, ત્યાં એની ખાસ જરૂર છે. એનો ઉપાય કરો.” મુનિશ્રીએ વિચાર કરીને કહ્યું કે હું તો હવે તપાગચ્છની સામાચારી પાળું છું. પણ તમે ફિકર ન કરો. મારા શિષ્ય થશમુનિ વગેરે હવેથી ખરતરગચ્છીય સામાચારી પાળશે અને હર્ષ મુનિ વગેરે તપગચ્છની સામાચારી ચાલુ રાખશે.” મુનિશ્રીએ મુંબઈમાં હર્ષમુનિને પંન્યાસપદવી પણ આપી. (સામાચારી બાબતમાં આટલી બધી ઉદારતા એ કદાચ એક મોટો ઈતિહાસ જ ગણી શકાય.) (૧૦) પાટણના બાબુ અમીચંદ પાનાચંદ વાલકેશ્વર રહેતા. ત્યાં જિનાલય ન હતું. બાબુ તો લાલબાગ આવી દર્શન કરતા, વ્યાખ્યાન સાંભળતા. પણ શેઠાણી કુંવરબાઈને દર્શન-પૂજાની અગવડ હતી. આ મુનિના માર્ગદર્શન હેઠળ દેરાસર અને ઉપાશ્રય બન્યા, પણ હજી દેરાસરમાં ભગવાન પધરાવવાના બાકી હતા, પ્રભુજી નક્કી કરવાના જ બાકી હતા. ત્યાં એક દિવસ શેઠાણીને સ્વપ્નમાં આદિનાથ ભગવાનના દર્શન થયા. પણ એ પ્રભુજી ક્યા સ્થળે છે ?” એ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128