________________
-~~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ કરી. સંઘે ખોદકામ કરાવતા આખું જિનમંદીર નીકળ્યું, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
(૩) જોધપુરના દિવાન આલમચંદજી આ મુનિની વાણીથી વૈરાગ્ય પામ્યા. વિ.સં. ૧૯૩૭માં ઘણા ઠાઠ સાથે દીક્ષા લીધી. નૂતનમુનિનું નામ પડ્યું, આનંદવિજય ! આ પ્રથમ શિષ્ય હતા. (સંવેગીદીક્ષા બાદ સાત વર્ષે શિષ્યની પ્રાપ્તિ !).
(૪) જેઠમલજી નામના એક શ્રાવક આ મુનિ પાસે શંકા-સમાધાન માટે આવતા. છેવટે પ્રતિબોધ પામી દીક્ષિત થયા.
(૫) એકવાર આત્મારામજી મ. સિરોહીમાં પ્રતિક્રમણ પછી “..... મહારાજની જય” સાંભળીને ચમક્યા. “આ વળી કોણ? જેની જય આ રીતે શ્રાવકો બોલાવે છે ?' તપાસ કરતા એમને પ્રસ્તુત મુનિના દર્શનની ઈચ્છા પ્રગટી. જોધપુરમાં મળ્યા, વાર્તાલાપ પછી તો આત્મારામજી મ.ને એમના પ્રત્યે આદરભાવ ઘણો જ વધી ગયો.
(૬) એ આદરભાવ એવો વધ્યો કે જ્યારે સુરતના સંઘે આત્મારામજી મ.ને સુરતમાં બીજું ચોમાસું કરવાની વિનંતિ કરી, ત્યારે એમણે તરત કહ્યું કે “તમે આ મુનિને ચોમાસા માટે બોલાવો.”
અને વિ.સં. ૧૯૪૬માં મુનિએ સુરતમાં ચોમાસું કર્યું.
ચોમાસા દરમ્યાન જ મુંબઈની વિનંતિ આવી, યતિ અવસ્થામાં મુંબઈ ગયા હતા. પણ સંવેગી સાધુ બન્યા બાદ નહિ. એમણે વધુ લાભ સમજીને મુંબઈની વિનંતિ સ્વીકારી.
એ વખતે વસઈની ખાડી પાર કરવા માટે રેલ્વેના પુલ ઉપરથી જ જવું પડતું. એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. (હાઈવે રોડ વગેરેની વ્યવસ્થા નહિ...) રેલ્વે પાસેથી ઘણા પ્રયત્નો કરીને મંજુરી મેળવવામાં આવી. મુંબઈમાં એમનું ભવ્ય સામૈયું થયું. સંવેગી સાધુનો મુંબઈમાં આ પ્રથમ પ્રવેશ હતો, ભાવિકોએ હર્ષોલ્લાસથી પ્રેરાઈને એમને સોના-ચાંદી-મોતીથી વધાવ્યા હતા.
જાણકારો કહે છે કે બ્રીટીશ વાઈસરૉય રિપનના મુંબઈ આગમન વખતના સામૈયા કરતા આ મુનિનું સામૈયું વધુ પ્રભાવક હતું.
માધવબાગમાં વ્યાખ્યાનમાં એટલી બધી મેદની ઉમટવા માંડી કે તાત્કાલિક મોટો હોલ બાંધવાની જરુર પડી. બાબુ બુદ્ધિસિંહે ૧૬ હજારના ખર્ચે એનો લાભ લીધો. મોતીશાના બાગ તરીકે જાણીતો ઉપાશ્રય લાલબાગ તરીકે જાણીતો બન્યો. - ચોમાસું શરુ થઈ જવા જતાં વરસાદ બિલકુલ નહિ. લોકોની ચિંતાનો પાર નહિ. મુનિવરે કહ્યું કે “રથયાત્રાનો વરઘોડો કાઢો. ભરતડકામાં વરઘોડો શરુ થયો અને વરઘોડો અડધે જ પહોંચ્યો હશે, ત્યાં તો મુશળધાર વરસાદ શરુ થઈ ગયો. - (૭) મુનિશ્રી માતરતીર્થમાં હતા, ત્યારે જાણવા મળ્યું કે નવરાત્રિમાં પાડાને શણગારીને સરઘસ કાઢવામાં આવે છે, અને પછી એને મારી નાંખવામાં આવે છે.” મુનિશ્રીએ કહ્યું કે “હું એ બધું બંધ કરાવીશ.”