________________
- ~~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~ ~~+
શિષ્યો માટે ભોગ આપનાર ગરજનો મહાન ! “ગુરુજી ! આ શું? આપે પાણી લેવા જવું પડે છે? આ શી રીતે મારાથી સહન થાય. નથી જવું મારે ભણવા ! હું આપની સાથે જ રહીશ, અહીં જેટલું ભણાશે એટલું ભણીશ...”
૨૨ વર્ષની ઉંમરના બાલવયે દીક્ષિત થયેલા, મધ્યમ ક્ષયોપશમવાળા એક સીધા-સાદા સંયમી મહાત્મા પોતાના ગુરુને કહી રહ્યા હતા.
કુલ ૬ સાધુઓનું એ ગ્રુપ ! એમાં સૌથી મોટા બે સાધુઓ સંસારીપણાના સગા ભાઈઓ ! ૩૦ વર્ષની આસપાસનો દીક્ષાપર્યાય ! પંન્યાસપદવીના ધારક ! ત્રીજા સાધુ વૃદ્ધ ! આ બંને પંન્યાસજીઓના સંસારીપણાના પિતાજી ! લગભગ પરાધીન ! બાકીના ત્રણ યુવાન સાધુઓ ! પણ એમાં ય એક બાલમુનિ ! બીજા એક મુનિ કાયમ માટે વૃદ્ધ પિતાની સેવામાં જ પરોવાયેલા રહેતા. એટલે ગોચરી-પાણી-કાજો-લુણા વગેરે વગેરે તમામ કાર્યોનો મોટા ભાગનો ભાર આ ૨૨ વર્ષના મુનિરાજ પર હતો અને એ પૂર્ણ ઉત્સાહથી એ ભક્તિનો લાભ લેતા. ગુરુવર્યો એમને ભાર ન પડે, એ માટેનો પૂરો પ્રયત્ન કરતા, પણ અંતે તો આ સાધુ ગુરુવર્યોના ઉપકારને બરાબર સમજનારા હતા. વળી એમને ભાર લાગતો જ ન હતો. “સંસારમાં રોજ આઠ-આઠ કલાક મજુરી નથી કરવી પડતી ? અહીં તો વધી-વધીને ત્રણ-ચાર કલાક માંડલીના કામ રહે, એ ય કર્મનિર્જરા જ કરાવે છે ને !” એ એમની વિચારધારા !
પણ માત્ર સ્વાર્થ સાધે એવા આ પંન્યાસજી ન હતા. તેઓ અંતરથી ઈચ્છતા હતા કે “આ મુનિરાજ ભણી-ગણીને તૈયાર થાય.” એટલે જ અત્યાર સુધી તો પંડિતો વગેરે દ્વારા અભ્યાસ કરાવ્યો. એમના અભ્યાસ માટે અણગમતા સ્થાનમાં પણ રહ્યા.
પણ એક પ્રસંગ એવો આવ્યો કે જેમાં એક વિદ્વાન મુનિ પાસે આ મુનિને ભણવા માટે મુકવાની એમને ભાવના થઈ. વિદ્વાન મુનિરાજે અનેક સાધુઓને ખૂબ સારા તૈયાર કરેલા હતા, એટલે ગુરુવર્યોને થયું કે “આમની પાસે આપણા શિષ્યને મુકશું, તો ઘણો બધો અભ્યાસ થશે.”
અને પંન્યાસજીઓએ દબાણ કરીને શિષ્યને ભણવા માટે મુક્યો. શિષ્યની ઈચ્છા ગુરુથી છૂટા પડવાની નહિ, પણ ગુર્વાજ્ઞા સામે એ શું કરી શકે ?
અને આ રીતે આ મુનિ ગુરુથી છૂટા પડ્યા. | દોઢેક મહિના બાદ આ મુનિ વિદ્યાગુરુની સંમતિ લઈને બે દિવસ માટે ગુરુને વંદન કરવા પહોંચ્યા હતા. ત્યાં એમને ખ્યાલ આવ્યો કે “હવે મારા બંને ગુરુજનો ઘણું કામ કરે છે. હા ! સવારે પાણીના ઘડા પણ લાવે છે.” | મુનિની આંખમાંથી આંસુ પડી ગયા. “મારે આ રીતે ભણવું નથી.” એવો એમણે દૃઢ નિર્ધાર કરી લીધો અને ગુરુ પાસે ઉપર મુજબ રજુઆત કરી.