Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 45
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ * તપસ્વીની ૧૦૩મી ઓળીના પારણાનો આદેશ ૧ લાખ કલાક મૌનની બાધા રાખીને લીધો. આજે લગભગ રોજ ૮-૧૦-૧૨ કલાક તો મૌન જ રાખે. * એમને બાધા છે કે “દસ વર્ષનો દીક્ષાપર્યાય ન થાય, ત્યાં સુધી પ્રવચન કરવાના નહિ. માત્ર ગુરુના આદેશને હિસાબે પર્યુષણના પ્રવચનો કરવા બાબતમાં જયણા !' * શંખેશ્વરમાં પૂ.કલાપૂર્ણસૂરિ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા વખતે દોઢસો ઉપર સાધુઓ એકત્ર થયેલા. એમાં એક દિવસ ભક્તિના અતિરેકમાં ખ્યાલ ન રહેતા બમણું પાણી સાધુઓ લઈ આવ્યા. પછી ચિંતા થઈ કે આટલા બધા પાણીનું કરશું શું ? આ મુનિએ મોટું પીપ મંગાવ્યું, એમાં બધું પાણી ભેગું કરી ચૂનો નંખાવી દીધો. “આવતી કાલે આનાથી બધા મહાત્માઓના કાપનો લાભ લેશું.” એમ જણાવ્યું. બીજા સાધુઓ મુંઝાઈ ગયા. આટલું બધું પાણી ! એક સાથે કાપ શી રીતે કાઢવો ? ત્યારે આમણે આગેવાની લીધી. બીજા દિવસે ૧૦ મહાત્માઓ એમની સહાયમાં જોડાયા, કુલ ૫ કલાક સળંગ કાપ ચાલ્યો, ૪૦ થી ૫૦ મહાત્માઓનો કાપ કાઢી આપ્યો. બધાને એમના વસ્ત્રો વ્યવસ્થિત પહોંચાડવાથી માંડીને તમામે તમામ ગોઠવણ એવી તો અદ્ભુત કરી કે વૃદ્ધો-વડીલોગ્લાન સાધુઓ બધા ખૂબ ખૂબ પ્રસન્ન થઈ ગયા. * એમની ભાવના એવી કે “આખું કલ્પસૂત્ર = ૧૨૦૦ ગાથાનું બારસાસૂત્ર કંઠસ્થ કરીને સંવત્સરીના દિવસે મોઢે જ બોલવું.” એ રીતે ગોખવાની શરુઆત કરી, કુલ ૭૦૦ ગાથા ગોખાઈ ગઈ. ત્યાં જ ગચ્છાધિપતિશ્રીએ આદેશ કર્યો કે “અમુક ગ્લાન સાધુની સેવામાં જવાનું છે.” તરત જ બધું બાજુ પર રાખી સેવા કરવા દોડી ગયા. એમાં વળી એક ગીતાર્થ સાધુએ કહ્યું કે “આ રીતે ૧૨૦૦ ગાથા મોઢે બોલવા દ્વારા તમારે શું સંઘમાં વાહ-વાહ જ મેળવવી છે ને ! તમારા માટે આ ઉચિત નથી લાગતું.” અને એ જ દિવસથી એમણે કલ્પસૂત્ર કંઠસ્થ કરવાનું છોડી દીધું. * એક તીર્થની પ્રતિષ્ઠાના દિવસે આ સાધુએ કુલ ૧૦૮ ઓઘા બાંધ્યા. * વૃદ્ધ સાધુને ક્યારેક સંથારામાં જ સ્થંડિલ થઈ જાય, તો આ સાધુ પોતાના હાથે બધું સાફ કરે, પણ કોઈને એ કામ ન કરવા દે. બગડેલા સંથારાનો કાપ પણ જાતે જ કાઢે. * પોતે જે વૃદ્ધની સેવામાં હતા, એ જ્યાં સુધી ગોચરી વાપરી ન લે, ત્યાં સુધી પોતે પણ ગોચરી ન વાપરે. * બપોરે એક-બે કિ.મી. સુધી દૂર ગોચરી જાય, પછી એકાસણું કરે. * વૃદ્ધ મહાત્માને ઘડિયાળ ઉપર રાગ બંધાઈ ગયેલો, આ સાધુએ કુનેહપૂર્વક એમનો બધો રાગ દૂર કરાવીને ઘડિયાળ છોડાવી. ૪૩

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128