________________
-~~~-~~-- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~-~
મોટાઓની મોટાઈ
(એક મુનિએ જણાવેલો પોતાનો અનુભવ) મારા ગુરુજીને ભગવતીજીના જોગ ચાલે. સુરતથી પાછા અમદાવાદ જતા હતા. ગુરુજીને ક્રિયા કરાવવા માટે વિહારમાં વડીલ પદવીધરની નિશ્રા જરૂરી હતી. એટલે અમે યોગીપુરુષ તરીકે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય ભગવંતની સાથે જ વિહાર કરતા. બે આચાર્ય ભગવંતો સાથે હતા.
પાલેજનો ઉપાશ્રય લાંબો ઘણો અને પહોળાઈ ઓછી ! વિહાર કરતા કરતા અમે પાલેજ પહોંચ્યા, એક દિવસ ત્યાં રોકાયા.
બીજા દિવસે વહેલી સવારે વિહાર ! યોગીપુરુષ ઉપાશ્રયના એક છેડેથી છેક બીજા છેડા સુધી પહોંચી ગયા હતા, વિહાર માટે નીચે જ ઉતરતા હતા, ત્યાં અચાનક જ એમને કંઈક યાદ આવ્યું એટલે અટકી ગયા. પોતાના ગુરુભાઈ-વડીલ આચાર્યશ્રી માટે એમને ઉપયોગ આવ્યો.
મોટા સાહેબ નીચે ઉતરી ગયા ?” એમણે શિષ્યને પ્રશ્ન કર્યો. “ના જી ! આપ પધારો. અમે એમને લઈ આવીએ છીએ.” શિષ્ય બોલ્યો.
પણ યોગીપુરુષ તો એક પણ અક્ષર બોલ્યા વિના પાછા ફર્યા, લાંબો હોલ ચાલીને છેક બીજા છેડે પહોંચ્યા, “સાહેબજી ! તૈયાર થઈ ગયા છો?” મીઠાશપૂર્વક પૂછયું, પછી જાતે પોતાના હાથનો ટેકો આપીને મોટા આચાર્યને ઉભા કર્યા, અને એમને પોતાના હાથનો ટેકો આપીને ચાલવા લાગ્યા.
હું તો આ જોઈ આશ્ચર્ય પામ્યો. યોગીપુરુષ ખુદ એક આચાર્ય હતા, મહાપુણ્યશાળી હતા, મોટા આચાર્ય એમના ગુરુ ન હતા, માત્ર મોટા ગુરુભાઈ હતા અને વિશેષ કોઈ પ્રભાવક પણ ન હતા. વળી યોગીપુરુષની ઉંમર પણ ૬૫ આસપાસની તો ખરી જ! એ કંઈ જુવાન ન હતા.
છતાં મોટા આચાર્ય માટે પાછા ફરવું, શિષ્યથી કામ પતી શકતું હોવા છતાં સ્વયં આવો વિનય કરવો... આ બધું મારા માટે તો આશ્ચર્ય જ હતું.
એ યોગીપુરુષ કેમ બન્યા છે ?” એ હવે મને સમજાયું.
એ પછી તો મેં ઘણીવાર ઝીણવટપૂર્વક એમની પ્રક્રિયાઓ નિહાળી. એમાં આંખે ઉડીને વળગે એવી એક વાત એ કે યોગીપુરુષ વિહારનો જે કાર્યક્રમ રોજેરોજ નક્કી થયો હોય, એ મોટા આચાર્યને જણાવવા માટે જાય. જાતે પોતાની પાટ ઉપરથી ઉભા થઈ મોટા આચાર્ય પાસે જાય, જે કાર્યક્રમ નક્કી થયો હોય, એ જણાવે “ફાવશે ને ?” એમ પૂછી લે, મીઠાશ તો જબરદસ્ત !
ફરી યાદ કરાવું કે મોટા આચાર્યશ્રી સંયમી ખરા ! પણ ભક્તબળવાળા, પ્રવચનબળવાળા નહિ. શાંત ! પ્રશાંત ! જેમની નોંધ કદાચ મારા જેવા ય વધારે ન લે, એવું વ્યક્તિત્વ ! છતાં યોગીપુરુષની આ મુઠી ઉંચેરી ગુણવત્તાએ મારું હૈયું ચોરી લીધું.
પેલા મોટા આચાર્ય પણ ખૂબ જ ગુણવાન ! એનો અનુભવ પણ મને આ જ વિહાર
૪૪,