________________
~~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~ ~ ~ - “ચી, ચી..” વળી ચીસો સંભળાઈ. અતિતીર્ણ ચીસો ! હવે સાધ્વીજી ન રહી શક્યા. તરત જ એ દિશા તરફ ઝડપ વધારી મૂકી, જોયું તો કલ્પના સાચી ઠરી.
એ ય ! છોડી દો ભૂંડોને !” સાધ્વીજીએ મોટેથી બૂમ પાડી. પણ પેલા શિકારી શીખડાઓ તો હસવા લાગ્યા. કોણ જાણે ? પણ સાધ્વીજીમાં ક્યાંથી સખત હિંમત આવી ગઈ કે બાજુમાં પડેલા પથરાઓ ઉંચકી ઉંચકીને જોર જોરથી ઘા કરવા લાગ્યા. શીખડાઓ ગભરાયા. આવા અણધાર્યા હુમલાની કલ્પના પણ ન હતી, અને સાધ્વીજી પૂરા જોશ સાથે, પૂરા ઝનુન સાથે પથરાઓ મારતા હતા... સાથે બચાવ માટે જોરથી બુમો પાડતા હતા.
શીખડાઓને લાગ્યું કે “જોખમ કરવામાં મજા નથી.' અને બધુ પડતું મુકીને શીખડાઓ ભાગી ગયા. તો ય બે મિનિટ સુધી તો સાધ્વીજીનો જુસ્સો શાંત ન થયો, જ્યારે એમને વિશ્વાસ બેઠો કે “હવે એ શીખડાઓ પાછા નહિ આવે ત્યારે એમનો શ્વાસ હેઠો બેઠો, એ પાછા ફર્યા.
દૂર ઉભેલા બીજા સાધ્વીજીઓ આ બધું જોઈ જ રહ્યા હતા. બનાવ એટલો બધો ઝડપથી બની ગયેલો કે એમને કશી સુઝ જ પડી ન હતી. પણ જ્યારે પૂરી સફળતા પામીને સાધ્વીજીને પાછા ફરતા જોયા, ત્યારે બધાએ એક સાથે પુછયું “તમે તો ઘણા બીકણ છો. તમારામાં વળી આવી તાકાત ક્યાંથી આવી ચડી ?”
સ્મિત સામે એમણે જવાબ આપ્યો “મોત જ્યારે નજર સામે દેખાય, ત્યારે ગમે એવા બીકણમાં ય હિંમત આવી જાય.”
“પણ એ શીખડાઓ તમને ઈજા પહોંચાડત તો ? કદાચ ચપ્પ મારી દેત તો ?”
“પ્રભુના પ્યારા જીવોનું જે રક્ષણ કરે છે, તેમનું રક્ષણ કરવા તો પ્રભુ સ્વયં પધારે છે. પછી મારે શી ચિંતા ?” અગાધ શ્રદ્ધા સાથે સાધ્વીજી બોલ્યા.
(‘આવું બધાએ જ કરવું’ એમ કહેવાનો ભાવ નથી. પણ સંયમીની કરુણા કેવી ફાટતી હોય... માત્ર એટલું જ બતાવવાનો આશય છે.
ઉપરનો પ્રસંગ જે સાધ્વીજીનો છે, એમનું હૈયું જીવમાત્ર પ્રત્યેની પ્રીતિથી - લાગણીથી, કરૂણાથી ભીનું ભીનું શી રીતે થયું ? એ જાણવા માટે એમના ગુરુજીના જીવનમાં બનેલો એક પ્રસંગ ખાસ જાણવા જેવો છે. જે આવતા અંકમાં લેશું...)
સસલા, સાબર, મૃગ અને રોઝડા... “છીછ ! બિલકુલ અવાજ નહિ કરતા, મારી પાછળ પાછળ ચાલ્યા આવો...” ગુરુણીએ પોતાની બે શિષ્યાઓને એકદમ ધીમા અવાજે સૂચના કરી, અને ઉભા થઈને ઉપાશ્રયના મુખ્ય બારણાની બહાર નીકળી ગયા. બે શિષ્યાઓ પણ બહાર આવી ગઈ.