Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 53
________________ -~~~-~~-~- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ——————— આપ્યું. ઘણા વખતથી મલિન બનેલી દસીઓ અચાનક જ ઉજળી બની ગયેલી જોઈને પંન્યાસજી મને પણ આનંદ થયો. હા ! વિભૂષાનો નહિ, પણ નાના સાધુમાં રહેલા અવ્વલકોટિના વિનયવૈયાવચ્ચ-ઔચિત્ય-ઉત્સાહ ગુણની વિભૂષાનો ! (મોટા ગચ્છમાં અનેક પદવીધરો હોય. એમ આ ગચ્છમાં પણ આ પંન્યાસજી પેલા નાના સાધુના ગુરુ ન હતા, ઉપકારી પણ ન હતા, વિશિષ્ટ પ્રભાવક પણ ન હતા. આવું કંઈક હોય, અને નાના સાધુને ભક્તિનો ભાવ ઉછળે એ બની શકે. એને બદલે માત્ર “એ વડીલ છે, સંયમી છે.” એ ભાવથી જ નાનાએ આવું ઔચિત્યસેવન કર્યુ છે. આખે ઉડીને વળગે એવું છે ? કરુણાભીની આંખોમાંથી... “ગુરુજી ! ગલુડીયાઓની ચીસો ક્યારની ય સંભળાય છે. ૨-૩ વાર બહાર જોઈ આવી, પણ ક્યાંય દેખાતા નથી.” એક સાધ્વીજીએ પોતાના ગુરુજીને વાત કરી. એ સમય હતો જાન્યુઆરી-ફેબ્રુઆરીનો ! કડકડતી ઠંડીનો ! રાત્રિના ૧૧-૩૦ થી ૧૨-૦૦નો ! સ્થાન હતું ઔરંગાબાદ શહેર ! એનો એક ઉપાશ્રય ! સાધ્વીજીએ ગુરુજીને ઉઠાડીને ઉપર મુજબ વાત કરી. “અરે, તું હજી જાગે છે? આટલા મોડા સુધી? શું થયું?” ઉઠેલા ગુરુજીએ સામો પ્રશ્ન કર્યો. “સંથારો કરી જ દીધેલો, પણ ગલુડીયાઓની ચીસો સાંભળીને ઉઠી ગઈ. બે-ત્રણ વાર બહાર પણ નજર કરી આવી, પણ ગલુડીયા ક્યાંય દેખાતા નથી. આ તો રાતનો સમય ! એટલે આપને ઉઠાડ્યા. એક વાર ફરી ધ્યાનથી જોઈ આવું.” એટલું કહીને સાધ્વીજી ઉપાશ્રયના બારણામાંથી જરાક બહાર નીકળ્યા, ગુરુજી જાગી ગયા હોવાથી હવે ભય ન હતો. એટલે જરાક ધ્યાનથી નજર કરી તો ઉપાશ્રય પાસેથી જ જે જમીનમાં ગટર પસાર થતી હતી, એમાંનો એકાદ પત્થર હટી ગયેલો, ગમે તે રીતે બિચારા ૩-૪ ગલુડીયાઓ એક પછી એક પડી ગયેલા. બહાર નીકળી શકે એમ ન હતા, રાતની ઠંડી અતિસખત હતી, ગટરની ભીનાશ, વહેતું થોડુંક પાણી... એ વળી વધારે ઠંડી ઉભી કરતા હતા. સાધ્વીજી ગલુડીયાઓનું એ દુઃખ જોઈ ન શક્યા, રડવા લાગ્યા, તરત પાછા ફરીને ગુરુજીને વાત કરી. “આપ મને રજા આપો, હું એ ગલુડીયાઓને બહાર કાઢી લઈશ. અત્યારે કોઈ ગૃહસ્થ છે જ નહિ. નહિ તો તો એને વાત કરત. અને રાતે બાર વાગે કોને કહેવા જવું? શું આખી રાત ગલુડીયાઓને દુઃખી થતા જોયા કરવાનું? અને બિચારા રાતે જ મરી જાય તો? હજી તો પાંચેક કલાક વહેલી સવાર પડતા ઓછામાં ઓછા બાકી છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128