________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
न क्षणमपि क्षमं मुमुक्षूणां निरभिग्रहाणां स्थातुम्
એક યુવાન મુનિરાજ રોજ એકાસણા તો કરે જ, પણ એમાં દરરોજ જુદા જુદા પ્રકારના અભિગ્રહો ધારણ કરે.
(૧) ‘એક જ ઘરે વહોરવા જવું, ત્યાંથી જે મળે એનાથી જ એકાસણું કરવું, અને એ ઘરે પોતાના આગમનનું કહેવડાવવાનું પણ નહિ.' આ રીતે એક એકાસણું !
(૨) માત્ર સફેદ દ્રવ્યો વાપરવા. (એક દિવસ.)
(૩) પાંચમાં માળના ઘરોમાંથી જે ગોચરી મળે, એ જ વાપરવી.
(૪) કોઈ શ્રાવક (શ્રાવિકા નહિ) દૂધ વહોરાવે, તો જ વાપરવું, નહિ તો ઉપવાસ ! (૫) ઘરોમાં પુરુષ વ્યક્તિ જે દ્રવ્યો વહોરાવે, એ જ વાપરવાના, બીજા નહિ. (૬) તિથિના દિવસે કઠોળનો ત્યાગ ! (એટલે વ્યંજન-સુપ બંધ જ થઈ ગયું.) (૭)ઉપાશ્રયમાં પાંચ શ્રાવકો પોતાને વંદન કરી જાય, પછી જ એકાસણું કરવું.' એ દિવસે બપોરે સાડા ત્રણ વાગે અભિગ્રહ પૂરો થયો.
(૮) એક જ પાત્રામાં ગોચરી વાપરવી. (બધું એમાં ભેગું કરવાનું)
(૯) માત્ર જમણા હાથ સિવાય આખા શરીરને સ્થિર રાખીને વાપરવું.
(૧૦) બધા દ્રવ્યોમાં ૧-૧ ટોક્સી પાણી નાંખીને વાપરવું. દૂધમાં - દાળમાં – શાકમાં – ભાતમાં - રોટલીમાં બધામાં ૧-૧ ટોકસી પાણી નાંખીને વાપરવું.
(૧૧) એકાસણાના તમામ દ્રવ્યોમાં કરિયાતું નાંખીને વાપરવું.
(૧૨) સંયોજના વગર વાપરવું.
(૧૩) શુદ્ધ આંબિલ કરવું. (માત્ર ભાત વાપરવા, એમાં ઉપર ચાર આંગળ જેટલું પાણી તરે, એટલું પાણી નાંખવું.)
(૧૪) સવા૨ની માંડલીમાં જે વધ્યું હોય, એ જ બપોરે વાપરવું.
(૧૫) સ્વામિવાત્સલ્ય પતી જાય, બધા માણસો પણ જમી લે, એ પછી જે વધે એ જ વાપરવું. (જે દિવસે સ્વામિવાત્સલ્ય હતું, એ દિવસે આ નિયમ લીધેલો.)
(૧૬) તરપણી - ચેતનામાં જે દ્રવ્યો આવે, એ જ વાપરવાના. પાત્રામાં વહોરાઈને આવેલા નહિ.
(૧૭) અવઢના પચ્ચક્ખાણે એકાસણું !
(૧૮) બધા જ દ્રવ્યોમાં સુદર્શનચૂર્ણ નાંખીને વાપરવું.
(૧૯) કોઈ મહાત્મા કહે કે “પાણી વાપરો...” તો જ એકાસણું કરવું (એ દિવસે કોઈએ એવી વિનંતિ કરી ન હતી, એટલે ચોવિહાર ઉપવાસ થયેલો.)
૫૯