________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જઈને વાત કર્યા બાદ જ્યારે પાછો ફરતો હતો ત્યારે...) “સાહેબજી ! આજે આપ પધાર્યા, એનો મને ખૂબ જ આનંદ થયો છે. એ નિમિત્તે હું ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ.” મુખ પરના ઉછળતા ભાવ સાથે એ ૮૨ વર્ષના વયોવૃદ્ધ સાધ્વીજી બોલ્યા.
એ દૃશ્ય જોઈ, એમના શબ્દો સાંભળી આંસુના બુંદ ટપકી પડ્યા.
“જિનશાસનમાં, જૈનસંઘમાં ખૂણે-ખાંચરે પણ કેવા ઉત્તમ સાધ્વીરત્નો બિરાજમાન છે.” એ વિચારથી હર્ષના !
અને આ ઉંમરે આ પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ પ્રસન્ન રહી શકનારા આ સાધ્વીજી ક્યાં ! અને ભરયુવાન વયમાં પણ નાની નાની બાબતોમાં પ્રસન્નતા ટકાવવા માટે મહેનત કરવી પડે એવી ભૂમિકાવાળો હું ક્યાં !” એ વિચારે ખેદના !
ઉપાશ્રયે આવીને સાંજના પ્રતિક્રમણ બાદ સૌ મુનિઓને સત્યઘટના જણાવીને પ્રેરણા કરી કે “જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ પ્રસન્ન રહેતા શીખજો, આવા આદર્શોને નજરમાં રાખજો. દીન બની ન જતા, ખુમારી ગુમાવી ન બેસતા, મોતને યાદ કરવા ન માંડતા...”
(આ આખા પ્રસંગના આધારે કેટલીક અગત્યની બાબતો.
→ સંયમીઓએ વૃદ્ધ સંયમીઓને સાચવવા માટે ભોગ આપવો જોઈએ. આ કરેલી સેવા કદી નિષ્ફળ નહિ જાય. આપણી સમાધિનું બીજ આ સેવા જ બની રહેશે. હા ! ઘણા સંયમીઓએ પ્રસ્તુત સાધ્વીજીની વારાફરતી સેવા કરી જ છે...
→ યુવાન ઉંમરમાં રોગ થાય, તો દવાઓનો-ડોક્ટરોનો આશરો લેવો પણ પડે. રોગ મટે, તો લાંબો કાળ સંયમ પાળી શકાય. પણ ૬૦-૭૦ વર્ષની ઉંમર થાય, એટલે રોગો ઉત્પન્ન થવાના જ, મોત નજીક આવવાનું જ... એ વખતે સમાધિ ટકાવવા માટે દવાઓ લેવી પડે એ ઠીક ! બાકી જલ્દી જલ્દી હોસ્પીટલો - ડોક્ટરોના પનારે પડવા જેવું નથી. પુષ્કળ વિરાધનાઓ સાથે બે-ત્રણ વર્ષ વધુ જીવવું (અને એમાં ય વધુ ભયંકર રોગો ઉભા થવાની શક્યતા ! એટલે જ છેલ્લે અસમાધિની શક્યતા) એને બદલે એટલું આયુષ્ય ઓછું જીવીએ, પણ વિરાધનાઓ... અસમાધિથી બચીએ, એ વધુ, ઘણું વધુ યોગ્ય !
→ શ્રીસંઘ જો આ રીતે ૧-૧ વૃદ્ધ સંયમીઓને સગા મા-બાપ બનીને બરાબર સાચવી લે, ઘસારો સહન કરવા તૈયાર થાય, ઘડપણના કારણે પ્રગટેલા દોષોને ગૌણ કરતો થાય... તો જિનશાસનની મહાન સેવા કરવાનો લાભ એ શ્રાવક-શ્રાવિકાસંઘને મળે.
સૌ સંયમીઓ ઘડપણમાં આવું શાણપણ કેળવનારા સાધ્વીજી ભ.નો આદર્શ નજર સામે રાખે એ જ પરમકૃપાલુ પરમાત્માને પ્રાર્થના !)
(તા.ક. થોડાક મહિના પહેલા જ એમનો કાળધર્મ થઈ ગયો છે.)
૫૮