________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ———————દરમ્યાન થયો.
બન્યું એવું કે “મોટા આચાર્યના શિષ્યોની એવી ઈચ્છા કે પાલિતાણા જઈ આવીએ, ત્યાંથી અમદાવાદ જશું.” યોગીપુરુષને તો પાલીતાણા જવું આવશ્યક હતું જ. પણ મોટા આચાર્યને વિહારમાં તકલીફ વધુ પડતી. એટલે એમની ઈચ્છા એવી હતી કે “હું સીધો અમદાવાદ પહોંચ, તમે વડોદરાથી પાલિતાણા જઈને અમદાવાદ આવો.”
પણ જેવી મોટા આચાર્યને ખબર પડી કે “મારા શિષ્યોની ભાવના પાલિતાણાની છે”, કે તરત જ એમણે પાલિતાણા જવાનું નક્કી કરી લીધું.
મેં એમને પૂછ્યું પણ ખરું “સાહેબજી ! આપને તો હેરાનગતિ વધશે.” તો મને કહે “સહાય કરે અને સહન કરે એ સાધુ ! મારા શિષ્યોની ભાવનાને પૂર્ણ કરવામાં હું સહાય કરું તો જ સાચો સાધુ ! એ માટે થોડીક તકલીફ સહન કરું તો જ હું સાચો સાધુ ! જો હું અમદાવાદ સીધો જ જાઉં, તો મારા શિષ્યોએ પણ અમદાવાદ જ આવવું પડે. તેઓ કંઈ ના નથી પાડવાના, પણ મારે મારી ફરજ નિભાવવી જ જોઈએ ને !
શિષ્યો મારી મન મૂકીને સેવા કરે છે, તો એમની એકાદ ઈચ્છા પૂરી કરવી એ શું મારી ફરજ નથી !”
હું તો આભો જ બની ગયો. નહિ ગુરુપદનો કેફ ! નહિ સ્વાર્થવૃત્તિની દુર્ગધ ! નહિ આવેશનો દાવાનલ કે નાનો અગ્નિકણ ! જિનશાસન સર્વોત્કૃષ્ટ શાસન છે એમાં હવે આશ્ચર્ય જ શું?
૮૮ વર્ષની ઉંમરના એક સંચમી મહાત્માનો સુંદર મજાનો પત્ર
(વિશાળ સાધુ વૃંદમાં આ વૃદ્ધ મહાત્મા ઉંમર અને પર્યાય બંને રીતે વડીલ છે. એમણે પોતાના જ વૃંદના એક નાના સાધુને જે પત્ર લખ્યો છે, એના અત્યંત ઉપયોગી અંશો નીચે લીધા છે. આત્મા કેવો ભાવનાસ્નાન કરતો હોય? કેવો જાગ્રત હોય? એની આ પત્ર ઉપરથી બધાને પ્રતીતિ થશે. આમાં સામાન્ય ફેરફારો કરેલા છે, મોટા ભાગે અક્ષરનો પણ ફેરફાર કર્યા વિના જ આખો પત્ર લીધો છે.). વિદ્ધવર્ય મુનિરાજશ્રી !
મારા જીવનમાં અંતિમ દિવસો કે મહિનાઓ હાલ ચાલી રહ્યા હોવાનો આભાસ થાય છે. કાલની ખબર નથી. જે થાય તે અવયંભાવી માની લેવું રહ્યું... ખેર !