________________
-~~-~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ --------*
ગુરુભાઈએ માંડ માંડ ગુરુજીને ઉભા કર્યા, એમની મચ્છરદાની પાસે લઈ જઈ સુવડાવ્યા, ફરી આશ્વાસન આપ્યું.
પણ એ પછી ય દસ-પંદર મિનિટ સુધી ગુરુજીના ડુસકાં સંભળાયા. બસ, એ પછી એ બંને તો સંથારી ગયા. પણ મને ઉંઘ ન આવી.
શું મારા ગુરુની મહાનતા ! ૨૭ વર્ષનો પર્યાય ! શાસન પ્રભાવક ! ૯૧ ઓળીના આરાધક ! શિષ્યને ભૂલ બદલ બે લાફા મારવાનો અધિકાર તો એમને હોય જ ! છતાં આટલો બધો ઘોર પશ્ચાત્તાપ ! રાત્રે ૧ વાગે અડધો-પોણો-એક કલાક સુધી ધ્રુસકે ધ્રુસકે રડે, પોતાના શિષ્યના, ચાર-પાંચ વર્ષના જ દીક્ષા પર્યાયવાળા, નાની ઉંમરના શિષ્યના પગમાં પડીને માફી માંગે... દુનિયામાં આવું દશ્ય જોવા ન મળે.
બસ, આ દિવસથી માંડીને મારો બહુમાનભાવ ખૂબ ખૂબ વધી ગયો, મારા ગુરુજી ઉપર ! એમને તો ખબર જ નથી કે મને આ બધી ખબર છે. પણ આ જોયા પછી મને થયું કે આ પ્રસંગ વિરતિદૂતમાં ખાસ આપવા જેવો છે, એટલે આપને લખી મોકલાવું છું.
આપને વિનંતિ છે કે આ પ્રસંગ વિરતિદૂતમાં ખાસ લેજો. શિષ્યોને અને ગુરુઓને આ પ્રસંગ ઉપરથી ઘણું શીખવા મળશે. ગુરુ અહંકાર ત્યાગીને શિષ્યના ચરણે નમી પણ શકે, તો શિષ્ય ગુરુના દંડાસનો-લાફાઓ ખાઈને ય હસતો રહી શકે.
આપનું સ્વાથ્ય સારું થશે. દેવગુરુકૃપાથી મારે પણ થોડો ઘણો સ્વાધ્યાય થાય છે, પણ દોષો હજી પીછેહઠ કરતા નથી, છતાં આનંદમાં છું, પ્રસન્ન છું. સંતોષ છે – જે મળ્યું છે તેનાથી !
કામકાજ જણાવશો. મને આપનું લખેલું આત્મસંપ્રેક્ષણ પુસ્તક મોકલવા ખૂબ આગ્રહભરી વિનંતિ ! આપનો મારા પર ઘણો ઉપકાર છે. આપનું વિરતિદૂત વાંચીને ઘણું બળ મળે છે.
લિ. .........................
લોકપ્રિય તે બને છે, જે બીજા માટે ઘસાઈ છૂટે છે. (મુંબઈ નગરીના હોંશિયાર યુવાને દીક્ષા બાદ પોતાના શારીરિકબળનો ઉત્સાહભેર વૈયાવચ્ચ ક્ષેત્રે જે ઉપયોગ કર્યો છે, એનું વર્ણન એમના જ ગુરુભાઈએ (સંસારીપણાના કર્ણાટક બાજુના વતની, સંસારીપણામાં પાયલોટ હોવાથી અત્યારે પણ પાયલોટ મહારાજ તરીકે પ્રસિદ્ધ) અમને મોકલી આપ્યું છે. એના આધારે આ લેખ તૈયાર કરેલો છે.)
* ૧ ચોમાસામાં ૧૨૦ દિવસમાં કુલ ૧૭૦ કાપ અન્ય મહાત્માઓના કાઢી આપ્યા. * એકવાર ચોમાસા પૂર્વે એકસાથે મહાત્માઓના ૨૦ સંથારાનો કાપ કાઢી આપ્યો.