________________
~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~ “સહાય કરે તે સાધુ” એ સાધુજીવનનો ગુણ આપ સાર્થક કરી રહ્યા છો.
આપના દ્વારા એમના જીવનમાં સ્વાધ્યાય-પરિણતિ પ્રગટે, સ્વ-પરના ઉપકાર માટે નીવડે એ જ અભ્યર્થના.
લિ. .......... (વિદ્વાન મુનિનો પર્યાય બંને પંન્યાસજીઓ કરતા અડધો છે, પદવી પણ નથી. છતાં પંન્યાસજી ભએ પત્રમાં આપ. આપ.. નો ઉલ્લેખ કર્યો છે. આનું નામ નમ્રતા
બીજાના ગુણોની પ્રશંસા-અનુમોદના શી રીતે કરવી ? એ પણ આ પત્રથી આપણને સમજાય છે. - આપણા શિષ્યો માટે જો ભોગ આપશું, તો એ શિષ્યો ભવિષ્યમાં જિનશાસનનું રત્ન બનશે, અનેકોના તારણહાર બનશે, સુપાત્ર શિષ્યો આપણા બલિદાનને નહિ જ ભૂલે એટલો વિશ્વાસ તો આપણે રાખવો જ રહ્યો.).
મારા ની મહાનતા મેં સાક્ષાત નિહાળી . (અષાઢ સુદ-પાંચમ સંવત ૨૦૬૯ના રોજ કાંદિવલીથી એક મુનિરાજે વિરતિદૂતને જે પત્ર લખી મોકલાવેલો, એમાં લખેલો પ્રસંગ એમના જ શબ્દોમાં પણ અમારી ભાષામાં અત્રે રજુ કર્યો છે.) - થોડાક દિવસો પહેલાની વાત !
- રાત્રે બાર-એક વાગ્યા હશે, હું તો ક્યારનો ય ઘસઘસાટ ઉંઘી ગયેલો. પણ મને એ વખતે કોઈકના ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ સંભળાયો. મારી ઉંઘ ઉડી ગઈ, એકાદ મિનિટ તો સંથારામાં જ પડ્યો રહ્યો. ડુસકા સ્પષ્ટ સંભળાવા લાગ્યા.
હું સફાળો બેઠો થઈ ગયો, મચ્છરોનો ઉપદ્રવ હોવાથી હું મચ્છરદાનીમાં જ હતો. - મારો સ્વભાવ ડરપોક ! શરુઆતમાં તો મને એવો જ વિચાર આવ્યો કે “કોઈ ભૂત-પ્રેત રડે છે.” (જૂની વાર્તાઓમાં આવા પ્રસંગો વાંચેલા ને !) પણ મેં જરાક ધ્યાનથી જોયું તો મને ખ્યાલ આવ્યો કે ઉપાશ્રયમાં જ મારા સંથારાથી દૂર મારા ગુરુભાઈનો સંથારો હતો અને ત્યાં મારા ગુરુજી પણ ઉભડગપગે બેઠેલા હતા, ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. - અમે કુલ ત્રણ જ ઠાણા હતા. હું સૌથી નાનો ! દીક્ષાપર્યાય ત્રણ વર્ષ ! ગુરુજીનો પર્યાય ર૭ વર્ષ ! ગુરુભાઈ પર્યાયમાં મોટા, પણ ઉંમરમાં નાના ! ૧૭ વર્ષ એમની ઉંમર ! ખૂબ હોંશિયાર ! ભણવાની જોરદાર રુચિવાળા ! પણ ઉંમરના કારણે ટીખળ કરવાના, હાસ્ય-મજાક કરવાના સ્વભાવવાળા ય ખરા !