________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
હસતા હસતા પંન્યાસજી કહે “આવું ગાંડપણ ન કરાય. તું અત્યારે ભણી લે, તને ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે. અને જો, અત્યારે તું ઉત્તરાધ્યયન વાંચે છે ને ! એ બધું જ તારે અહીં આવીને મને ભણાવવાનું છે. માટે બરાબર ભણજે.
વળી આ બે સાધુ પણ થોડી-ઘણી સહાય તો કરે જ છે. એ વાત સાચી કે એક સાધુ પિતા મુનિની સેવામાં છે, અને બીજા નાના છે. એમને ક્યારેક મોડું થઈ જાય, તો પાણી અમે લાવીએ... પણ એમાં ખોટું શું છે ? અમે શું પાણી ન લાવી શકીએ ?’
શિષ્ય પોતાના ગુરુજનોની ઉદારતા જોઈને ખૂબ રડ્યો, એણે વિદ્યાગુરુ વિદ્વાન મુનિરાજ પાસે આવીને બધી વાત કરી, અને ગુરુજનોએ લખી આપેલો પત્ર પણ આપ્યો. વિદ્વાન મુનિની આંખોમાં ય હર્ષાશ્રુ છલકાઈ ગયા. એમણે આ આખી ઘટના પત્ર સાથે વિરતિદૂત માસિકને લખી મોકલાવી.
એ ગુરુજનોએ વિદ્વાન મુનિરાજ ઉપર જે પત્ર લખેલો, એના અગત્યના અંશો અત્રે છાપીએ છીએ.
જ્ઞાનોપાસના, જ્ઞાનાભ્યાસ દ્વારા શુદ્ધ પરિણતિને ખીલવનારા વિદ્વર્ય મહારાજ ! તરફથી અનુવંદના !
નિર્મળતાને પ્રાપ્ત
જ્ઞાનામૃત કુંડમાં સ્નાન કરતા, અનેકોને કરાવતા, આત્મિક પ્રસન્નતા કરતા સુખશાતામાં હશો.
આપના પૂ. ગુરુદેવશ્રી સુખશાતામાં હશે.
આપશ્રીના વિદ્યાર્થી પાસેથી જ્ઞાનાભ્યાસના સુંદર અનુભવો જાણ્યા. આપ પદાર્થોનું વિશિષ્ટ રીતે વિવેચન કરો, બીજા પણ એ રીતે કરાવી શકે તેની કેળવણી આપો... એ બધું સાંભળ્યું,
આપ આપના અમૂલ્ય સમયનું દાન કરવા દ્વારા મોટો ઉપકાર કરી રહ્યા છો. સુંદર મજાનું જીવન ઘડતર કરી રહ્યા છો. હવે આપને સોંપ્યા છે, આપને જે જે યોગ્ય લાગે, તે સર્વ હક્ક આપને આધીન છે.
મેં આપની પાસે મુક્યા, ત્યારથી હું નિશ્ચિંત છું, એટલું જ નહિ પરંતુ અત્યંત વિશ્વાસ છે આપ જે પણ કરશો, તે એના હિત માટે જ કરશો.
આપે ઓછા સમયમાં એમની શક્તિ સારી ખીલવી છે. સહવર્તી બીજા સાધુ ભ.ને પા આપવાનું કામ એમને સોંપીને એમની શક્તિનો ઉઘાડ કરવાનું કામ આપે કર્યુ, એ જાણી ખૂબ જ આનંદ થયો. ગ્રુપમાં ભવિષ્યમાં અનેકોને આગમાભ્યાસ કરાવી શકે એવી પકડ આવે, તેવો પ્રયત્ન પણ આપ કરો છો.
એ કહેતા હતા કે “મારો ક્ષયોપશમ અન્ય મુનિઓ કરતા ઓછો હોવાથી મને ન સમજાય ત્યારે એક-બે વાર સમજાવીને પદાર્થ સ્પષ્ટ કરાવે છે.”
૩૮