________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ એ માત-તાતને ધન્ય છે... “સાહેબજી ! ગોચરીનો લાભ આપો નેઅમારી પાસે નાસ્તો છે.”
ના, એ અમારાથી ન વહોરાય, તમે છેક મુંબઈથી અમારા માટે - તમારા દીકરા મહારાજ માટે લાવ્યા છો, એટલે અમને દોષ લાગે.”
ના જી ! સાહેબજી ! અમારે તો પાલિતાણા જવાનું જ છે, એ માટે જ આ નાસ્તો સાથે રાખ્યો છે. શ્રાવિકાને તબિયતના હિસાબે બહારનું બિલકુલ ખાવાનું નથી, એટલે નાસ્તો સાથે રાખવો જ પડે. આમ પણ મોટી મુસાફરીમાં આવું તો કાયમ સાથે રાખીએ જ છીએ. એટલે આપ થોડો ઘણો લાભ આપો.”
અમદાવાદ મેમનગર ઉપાશ્રયમાં મુંબઈથી આવેલા મા-બાપ અને વડીલ સાધુ વચ્ચે રકઝક ચાલતી હતી. મા-બાપના પુત્ર મુનિ ત્યાં હાજર હતા. નિર્દોષ લાગવાથી વડીલે અત્યંત અલ્પ લાભ તો આપ્યો. પણ સાથે સાથે કહ્યું પણ ખરું કે “અમારા ગુરુદેવ આ બાબતમાં કડક છે. ભક્તોને લાભ આપવા માટે બિલકુલ તૈયાર નથી. મને તો બાધા આપી છે કે જો સ્વજનાદિએ લાવેલું વાપરવાનું થાય, તો બીજા દિવસે ઉપવાસ કરવાનો. આજ સુધી એકપણ ઉપવાસ કરવો પડ્યો નથી.”
ખૂબ જ આનંદ થયો આપની વાત સાંભળીને !” બોલતા બોલતા પિતાનો સ્વર ભીનો થઈ ગયો. “સાહેબજી ! ખરી વાત કહું? મને પણ આ જ ગમે છે. મારા દીકરાને નવ વર્ષ થયા દીક્ષા લીધાને ! પૂછો એમને ! એકપણ વાર અમે એમને માટે વસ્તુ લાવ્યા છીએ ખરા ? મારા દીકરાનું ચારિત્ર નિર્મળ રહેવું જ જોઈએ, એમાં ડાઘા લાગે એ મને પસંદ નથી.
હું તો માનું છું કે જેને ખાવા-પીવાના ચટકા ન હોય એ જ સાચો સાધુ બની શકે. મારા જેવાને તો ખાવા-પીવાની બાબતમાં પુષ્કળ ચેનચાળા છે, માટે જ તો હું દીક્ષા લેતો નથી.
સાહેબજી ! દીક્ષા બાદ નવ વર્ષમાં મારા દીકરા મહારાજે એકપણ પત્ર ઘરે લખ્યો નથી, એકપણ ફોન કરાવ્યો નથી... એનો મને ખૂબ જ આનંદ છે. મારો દીકરો છેલ્લે સુધી આવો જ સંયમી રહે, એવી મારી અંતરથી ભાવના છે.
મહારાજ સાહેબ !” મા વચ્ચે બોલી “મેં ઉપાશ્રયોમાં મોબાઈલમાં પાવર ભરાતા જોયા છે, ને ઘણું જોયું છે. (બાજુમાં જ બેઠેલા દીકરા મહારાજને ઉદ્દેશીને) તમે ક્યારેય આ બધામાં પડતા નહિ, તમારે ભગવાનની આજ્ઞાને વળગીને રહેવાનું છે.
અમારા એક સગપણમાં સાધ્વીજી મ. છે. અમે ત્યાં પણ વંદનાદિ માટે જઈએ છીએ, પણ આજ સુધી અમે એકપણ વાર ગોચરી લઈ ગયા નથી, બીજા બધા સ્વજનો ગોચરી લઈ જાય છે, પણ અમને આ ગમતું નથી.”
૨
૩