________________
-~~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ —————— તે મરી ગયા હોય, તેવો અનુભવ છે. વળી ઘડામાં તો પાણી ઝરે, એ બધું પાણી નકામું જાય... દરેક ટીપામાં અસંખ્યજીવોની વિરાધના છે. તથા ઘડાના ઠંડા પાણીમાં આસક્તિ થાય, પછી શીત ન મળે તો સંકલેશ થાય... એટલે શાસ્ત્રીયમાર્ગ પ્રમાણે અમે તુંબડુ કે લોટ જ વાપરીએ છીએ.
પ્રશ્ન : મેં જોયું કે તમે તમારી જગ્યાએ પાણી નાંખીને લુંછણિયું ફેરવી નાંખ્યું... આવું શા માટે ?
ઉત્તર ઃ આપણી જગ્યાએ આપણા માટે માણસો કચરા-પોતા કરે એમાં તો પુષ્કળ વિરાધના થાય. એ જયણા સાચવવાનો નથી એટલે કીડી વગેરેની હિંસા થાય. પોતું કરવા માટે ડોલ ભરીને પાણી બગાડે, એ બધું ગમે ત્યાં નાંખે.. આ બધામાં ચિક્કાર વિરાધના થવાની જ. જો ઉકાળેલા પાણીથી પોતું કરે તો એટલું પાણી વધારે ઉકાળવું પડે... એ બધું જ આપણા માટે ઉકળે... બાપ રે ! એમાં ષકાયની વિરાધના...
એટલે જ છેલ્લા બે ચોમાસા દરમ્યાન અમે ઉપાશ્રયમાં પોતું કરાવતા જ નથી. એમાંય અમારી જગ્યાએ તો નહિ જ. કાજો બરાબર કાઢ્યા બાદ પાંચ-સાત દિવસે ચૂનાના પાણીથી અમે જાતે જ પોતું કરી લઈએ. એ વખતે ઉપાશ્રયનો દરવાજો બંધ રાખીએ, જેથી કોઈ શ્રાવક જુએ નહિ, અને એટલે એને અજુગતું ન લાગે.
આમ કચરા-પોતાની વિરાધનાથી તો અમે બચી જ ગયા છીએ. આમ તો ઘણું નથી પાળતા, છતાં જેટલું પળાય એટલું તો પાળીએ.
પ્રશ્ન : મેં એક વાત ધ્યાનમાં લીધી કે અત્યારે ભયંકર ગરમી હોવા છતાં તમે પાંગરણી કાયમ પહેરી જ રાખો છો. અમે બધા તો પાંગરણી વિના પણ બેસીએ, કોઈ શ્રાવકો વગેરે આવે તો પાંગરણી પહેરી લઈએ. બાકી ખુલ્લા શરીરે બેસવું વધારે ગમે. ગરમી કેટલી છે !...
ઉત્તર : તમે તમારી દૃષ્ટિએ સાચા હશો, પણ હું એક મોટા ગ્રુપમાં ગયેલો, ત્યાંના વિદ્વાન મહાત્માએ એ ગ્રુપમાં પાંગરણી અવશ્ય પહેરવાનો આદેશ કરેલો. મેં જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે મને કહે કે – પાંગરણી એટલે છઠું મહાવ્રત અમે માનીએ છીએ. ખુલ્લી છાતીએ કદી બેસવું નહિ. અચાનક કોઈ શ્રાવકાદિ આવી ચડે અને આપણે ત્યારે પાંગરણી પહેરવા જઈએ, પણ એ પૂર્વે તો એમણે આપણને ખુલ્લી છાતીવાળા જોયા જ હોય.. એ ક્યારેક ખરાબ પણ લાગે.
વળી પરસ્પર સાધુઓ પણ એકબીજાના ખુલ્લા શરીરને ન જુએ, એ વધુ સારું. કાળ પડતો છે. એટલે અમે આ નિર્ણય લીધો છે.
મને એમની વાત ગમી ગઈ, ત્યારથી મેં મારા ગ્રુપમાં આ નિયમ બનાવી દીધો છે કે ગમે એટલી ગરમી હોય, કોઈ હાજર હોય કે ન હોય પણ પાંગરણી પહેરીને જ રાખવાની. (છાતીપેટ વગેરે ઉપરનો ભાગ ઢાંકવાનું વસ્ત્ર એ પાંગરણી..)