________________
-~ ~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ પસંદ ન હતું. એટલે જ એ શિષ્યને ત્યારે ને ત્યારે જ પાસે બોલાવીને સખત ઠપકો આપ્યો.
ઘણાની વચ્ચે, પેલા છોકરાની સામે આ રીતે પોતાનું અપમાન થવા છતાં પણ શિષ્ય કશો પ્રતીકાર ન કર્યો. ગુરુના પગમાં પડીને માત્ર એટલી જ વાત કરી કે, “મારી ભૂલ થઈ, ગુરુદેવ! હવે કાળજી રાખીશ. પણ આપ મને અવશ્ય કહેજો... આપ કહેશો તો જ મારું હિત થશે...”
શિષ્ય ગયા બાદ ગુરુએ પેલા છોકરાને પ્રશ્ન કર્યો કે “શું વાતચીત ચાલતી હતી ?” એ છોકરો વર્ષો પૂર્વે આ જ ગુરુ પાસે દીક્ષા માટે તાલીમ લેવા આવેલો, પણ તાલીમ અઘરી પડતા દીક્ષાનો વિચાર માંડી વાળેલો. એણે વાત કરી કે “સાહેબજી ! આજે ઘણા વર્ષો બાદ ફરી દીક્ષાની ઈચ્છા પ્રગટી છે. મારે આપની પાસે જ દીક્ષા લેવી છે. એટલે આપને મળવા આવેલો, આપશ્રી કામમાં હતા, એટલે આપના શિષ્ય મારા સંસારી મિત્ર હોવાથી, મુમુક્ષુપણામાં સાથે રહ્યા હોવાથી એમની પાસે બેઠેલો. મેં મારી ભાવના વ્યક્ત કરી એટલે એમણે મને દીક્ષાનો મહિમા, દીક્ષાનો આનંદ, આપના દ્વારા લેવાતી કાળજી... વગેરે વાતો કરી, મારા ભાવને વધારવા માટે ખૂબ જ સુંદર વાતો કરી...”
ગુરુને ખ્યાલ આવી ગયો કે મેં ભૂલ કરી છે. શિષ્ય ગપ્પા નથી માર્યા, શિષ્ય ગુરુના ગુણો ગાયા છે, એક મુમુક્ષુની ભાવનાને વધારવાનું કામ કર્યું છે. મેં તો ખુલાસા વિના જ એને ખખડાવી નાંખ્યો. આ તો એની ખાનદાની કે એણે પોતાની સાચી વાતનો પણ ખુલાસો ન કર્યો ને મારો ઠપકો સહર્ષ ઝીલી લીધો. જાહેરમાં થયેલું અપમાન ગળી ગયો.
ગુરુએ એ શિષ્યને પાછો બોલાવી, એની ખૂબ જ પ્રશંસા કરી, એની સહિષ્ણુતા અંગે પીઠ થાબડી. (નાનકડા આ પ્રસંગમાંથી ઘણું બધું શીખવા મળે છે.
> કોઈપણ વસ્તુની પાકી તપાસ કર્યા વિના ઝટ કોઈ નિર્ણય લઈ લેવો નહિ. ક્યારેક નજર સામે દેખાતી વસ્તુ પણ કંઈક જુદી જ હોઈ શકે છે.
> વડીલજનો ખોટો ઠપકો આપે, તો પણ સહર્ષ એને સહી લેવો... ખુલાસાઓ દ્વારા જાતને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો, વડીલજનો પ્રત્યે અસભાવ ન કરવો.... એ ખાનદાન શિષ્યના લક્ષણો છે.
> આપણી ભૂલ સમજાઈ જાય તો નાના પાસે પણ માફી માંગતા લેશપણ શરમ ન રાખવી, ક્ષમા માંગવામાં હંમેશા આગળ રહેવું.
– આનંદઘનજીની એક પંક્તિ ગુરુ મોદે મારે શો વશી નાડી, વેને વણી મતિ પરથની નાવી . શિષ્યના મનમાં ઉત્પન્ન થયેલો અશુભભાવ ગધેડો છે, ગુરુ એને શબ્દો રૂપી લાકડી મારે એટલે એ ગધેડો ત્યાંથી ભાગી ગયા વિના ન રહે....).