________________
——————વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——————
ઘણા વર્ષો પૂર્વે એમણે સાધ્વાચાર છોડી દીધો છે. તેઓ પ્લેનમાં બેસી વિદેશ પણ જાય છે, ગાડીમાં ફરે છે... વગેરે બાબતનો અમને ખ્યાલ હતો. તેઓ ચારેબાજુ જૈનધર્મનો પ્રચાર કરે છે, એ સાચું. પણ આપણી શાસનવ્યવસ્થા પ્રમાણે એ સાધુ તરીકે તો ન જ ગણાય ને?
છતાં તેઓ સફેદ કપડા પહેરે, સંસારીઓ કરતા અલગ તરી આવે અને પ્રભાવશાળી લાગે એટલે હોલમાં એમને જોઈને અમે બધાએ સહજ રીતે જ હાથ જોડી દીધા.
પણ મેં જોયું કે મારો પૌત્ર મુનિ સામે અને આજુબાજુ ટગર ટગર જોયા કરતો હતો... એણે હાથ જોડ્યા ન હતા, ખમાસમણું આપ્યું ન હતું.
નવજીવનસંઘમાં જયારે પણ મહાત્મા હોય, ત્યારે હું મારા પૌત્રને ત્યાં વંદન કરવા લઈ જતો. એટલે એને વંદનના સંસ્કાર તો હતા જ. સાધુને જૂએ કે તરત હાથ જોડવા, નમવું.. એ બધું એ એની મેળે જ કરતો થઈ ગયેલો. એટલે જ અહીં એણે હાથ ન જોડ્યા - નમન ના કર્યુ... એ જોઈ મને કંઈક વિચિત્ર લાગ્યું.
“બેટા ! હાથ જોડો, મહારાજ સાહેબને !” મેં એને કહ્યું. એણે ડોકું ધુણાવી ના પાડી, હાથ ન જોડ્યા. માથું ન નમાવ્યું.
આ આખું દશ્ય પેલા મુનિ જોઈ જ રહ્યા હતા. એમણે મારા પૌત્રને જ પૃચ્છા કરી. “કેમ બેટા ! અમને હાથ નથી જોડતો ?”
ત્યારે મારા પૌત્રે જે જવાબ આપ્યો, એ સાંભળી હું ચકિત થઈ ગયો. એનામાં આવી સમજણ કેવી રીતે આવી ? એ મને જ ખબર નથી.
એણે કહ્યું કે “સાધુ ભગવંતો ક્યારેય પંખો ન વાપરે, અમારા સંઘમાં કોઈપણ સાધુને મેં પંખો વાપરતા જોયા નથી. જ્યારે તમારા ઉપર તો પંખો ફરે છે. તો તમે સાધુ શી રીતે કહેવાઓ? તમને હું હાથ નહિ જોડું.”
અમે એના જવાબથી હેબતાઈ ગયા. મહારાજ સાહેબને ખોટું લાગશે, એવો અમને ભય લાગ્યો. પણ મ.સાહેબે એ બાળકની સરળ-સ્પષ્ટ ભાષાનો વળતો જવાબ આપ્યો કે “બેટા ! અહીં તો વિદેશીઓ પણ મને મળવા આવે. તેઓ તો અહીંની ગરમી સહન ન કરી શકે. તેઓ માટે પંખા તો કમસેકમ રાખવા જ પડે...”
તરત જ મારા પૌત્રે જવાબ દીધો “પણ અત્યારે તો અહીં એકપણ વિદેશી હાજર જ નથી. તો અત્યારે આ પંખો કોના માટે ચાલુ છે? હમણા તો આ પંખાની જરૂર જ નથી ને ?”
એ મુનિ આ સાંભળી કંઈ ન બોલ્યા. અમે ત્યાંથી વિદાય લીધી. સાહેબજી ! અમે કદી એને આવું તો શીખવાડ્યું નથી. છતાં વારંવાર સાધુઓનો પરિચય
- ૧૮