________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
દેવ જેમ નાટકમાં કિરિયામાં લીનતાને ધરતા... ધન તે
મુનિવરા રે..
એક સાધ્વીજીના શબ્દોમાં અમારા સાધ્વીવૃંદના એક સાધ્વીજી અણમોલ રત્ન સમાન છે. અણમોલરત્ન એટલા માટે કે એમની આવશ્યકક્રિયાઓ પ્રત્યે જે રુચિ છે. તે ભાગ્યે જ જોવા મળે છે.
દીક્ષા લીધા બાદ એમણે સંકલ્પ કર્યો છે કે ‘મારે સવારનું અને સાંજનું બંને પ્રતિક્રમણ સૂત્ર + અર્થના ઉપયોગપૂર્વક કરવું. માત્ર સૂત્રનો જ નહિ, પણ અર્થનો ઉપયોગ પણ રહેવો જોઈએ. જો અડધું-પોણું પ્રતિક્રમણ પત્યા બાદ પણ મારો ઉપયોગ સૂત્રાર્થને બદલે બીજી કોઈ ચીજમાં ચાલ્યો જાય, પ્રતિક્રમણોપયોગ તૂટે, તો મારે આખું પ્રતિક્રમણ ફરીથી કરવું.’
આપણે જાણીએ છીએ કે મનને આ રીતે કાબુમાં રાખવું કેટલું અઘરું છે, મને તો મારો જ અનુભવ છે કે મન સૂત્રમાં કે અર્થમાં ચોંટવાને બદલે બીજા-ત્રીજા વિચારોમાં ચડી જ જાય. ખાવા-પીવામાં કે સંસારીપણામાં પીક્ચરો જોવામાં મન જે રીતે તલ્લીન થાય છે, એના સોમાં ભાગ જેટલું પણ એ ક્રિયાઓમાં તલ્લીન થતું નથી. આવી પરિસ્થિતિમાં અમારા આ સાધ્વીજીનો સંકલ્પ શે સફળ થાય ?
પણ એમણે ભારે પુરુષાર્થ આદર્યો. શરૂઆતના વર્ષોમાં સૂત્રોના અર્થો એકદમ ઉપસ્થિત ન હતા, તો એ માટે એમણે સૂત્રાર્થનું જાડું પુસ્તક વિહારમાં સાથે રાખ્યું, ઉંચક્યું. અમે જોયું સવા૨નું પ્રતિક્રમણ કરતા એમને અઢીથી ત્રણ કલાક થઈ જતા. જરાક ઉપયોગ જાય, એટલે એ પાછું કરવા લાગી પડતા. સાંજનું પ્રતિક્રમણ ત્રણથી ચાર કલાકે પૂર્ણ થતું.
પણ એની ફરિયાદ નહિ, ઉતાવળનું નામ નહિ... અમારા ગુરુણીએ પણ એમની આવી વિશિષ્ટ આરાધના નિહાળીને એમને એ રીતે આરાધના કરવાની રજા આપી. સ્વાભાવિક છે કે આટલો બધો સમય એક જ પ્રતિક્રમણમાં જાય, તો પડિલેહણાદિ કાર્યો ક્યારે થાય ? પણ એમને માટે સ્વાધ્યાય ગૌણ કરીને આ સંયમયોગોની એકાગ્રતાનો યોગ મુખ્ય કરાયો છે. એમાંથી જે સમય મળે, તેમાં એ સ્વાધ્યાય કરે છે.
આજે આ વાતને વર્ષો થઈ ગયા છે. હવે તો વર્ષોના અભ્યાસથી ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ એમને માટે સહજ થવા લાગ્યું છે. પ્રતિક્રમણ શરુ કરે એટલે આપોઆપ જ મન એમાં ચોંટી જ જાય. હવે એમણે પુસ્તક પણ રાખ્યું નથી.
(પવન કરતા પણ મનની ગતિ વધારેં છે, એવું આપણે સૌએ સાંભળ્યું છે, અને અનુભવ્યું છે. પવનને રોકવો અઘરો છે, તો ચંચળતમ મનને રોકવું તો ધોળે દહાડે આકાશમાંથી તારા તોડી લાવવા જેવું કપરું કામ છે. આનંદઘનજી કંઈ એમને એમ જ નથી
૧૬