Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 21
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ એને થતો હતો. કદાચ એનાથી જ એના મનમાં આ વિચાર દૃઢ થયો હોય કે “આપણા સાધુઓ પંખો ન વાપરે...” (અલબત્ત એ બાળકની સમજણ ઘણી લાંબી કે ઉંડી નથી. પણ આટલો નાનકડો પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે. જેઓ જિનાજ્ઞાઓને વફાદાર રહે, તેઓ સાચા સાધુ ! તેઓ આપણા માટે વંદનીય બને. એ બાબતમાં કોઈની શેહ-શરમમાં તણાઈ જવું નહિ, દીન બનવું નહિ, ખુમારી ગુમાવવી નહિ. આપણે દેવાધિદેવ શ્રમણ ભગવાનમહાવીરસ્વામીના અદકેરા સેવક બનવાનું છે. ભલે કદાચ આપણે પ્રમાદાદિના કારણે ઓછો-વત્તો આચાર પાળીએ, નબળું જીવન પણ જીવીએ પણ આપણું સમ્યક્ત્વ તો સ્ફટિક જેવું નિર્મળ જ હોવું જોઈએ. આપણું મસ્તક ગમે ત્યાં નમે નહિ, જિનાજ્ઞાઓ પ્રત્યેનો આપણો અનુરાગ ચોલમજીઠના રંગ જેવો હોય. ગમે તેવી પરિસ્થિતિ એ રંગને ન ધોઈ શકે એવી આપણી મુઠ્ઠી ઉંચેરી મહાનતા હોવી જોઈએ. અને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. “આપણા માટે તો બધા સાધુઓ સરખા ! આપણે બધાને વંદનાદિ કરવાના. તેમના પાપ એમને માથે ! આપણે શું ? તેઓ ગમે તેવા હોય આપણે શું ? આપણા કરતા તો તેઓ મહાન જ છે ને ? વળી વંદન કરવામાં આપણું શું બગડે છે ? આપણે શું કામ વંદનીય-અવંદનીય વગેરે ભેદ પાડી મન બગાડવું ?” આવા વિચારો શું શાસ્ત્રાનુસારી ગણી શકાય ? શું સંસારના ક્ષેત્રે બધી બાબતોમાં બધાને સરખા ગણીએ છીએ ? કોઈક હજામ ને ડોક્ટર બેયને સરખા ગણી હજામ પાસે ઓપરેશન અને ડોક્ટર પાસે માથું મુંડાવવાનું કામ કરીએ છીએ ખરા ? હા ! વર્તમાનમાં ઉત્તરગુણોની શિથિલતાને હજી કદાચ નજરમાં ન લાવીએ, પણ મૂલગુણોના મોટા દોષો સેવનારાઓ, મોટા પાપો કરીને પ્રાયશ્ચિત્તાદિ ન કરનારાઓ શું આપણા માટે વંદનીય ખરા ? શું એ બધું જાણ્યા પછી પણ આપણે એ મોટા દોષ વાળાઓને વંદન કરી શકીએ ખરા ? અલબત્ત ‘પંખા વાપરે એટલે અવંદનીય જ’ એવો એકાન્ત નથી કહેવો, પણ આ બધી બાબતોમાં વિવેકની જરૂર તો ખરી જ. જિનશાસનની ખુમારી, જિનાજ્ઞાનું બહુમાન... આ બધું આપણે સસ્તા ભાવે વેંચી તો નથી માર્યુ ને ?) ૧૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128