________________
તત્વાર્થ' એ ભારતીય દાર્શનિક વિદ્યાની જૈન શાખાનું એક શાસ્ત્ર છે તેથી તેના ઈતિહાસમાં વિદ્યાવંશને ઇતિહાસ આવે છે. તત્વાર્થમાં જે વિદ્યા તેના કર્તાએ સમાવી છે, તે તેમણે પૂર્વ ગુરુપરંપરાથી મેળવી છે અને તેને વિશેષ ઉપયોગી બનાવવાના હેતુથી પિતાની દષ્ટિ પ્રમાણે અમુક રૂપમાં ગઠવી છે, તેમજ તેમણે એ વિદ્યાનું તત્ત્વાર્થ શાસ્ત્રમાં જે સ્વરૂપ ગોઠવ્યું, તે જ સ્વરૂપ કાંઈ આગળ કાયમ નથી રહ્યું. તેના અભ્યાસીઓ અને તેના ટીકાકારેએ પિતાપિતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સમયમાં ચાલતી વિચારધારાઓમાંથી કેટલુંક લઈ એ વિદ્યામાં સુધારે, વધારો, પુરવણી અને વિકાસ કર્યો છે; તેથી પ્રસ્તુત પરિચયમાં તત્વાર્થ અને તેના કર્તા ઉપરાંત તત્વાર્થના વંશવેલારૂપે વિસ્તરેલી ટીકાઓ તેમજ તે ટીકાઓના કર્તાઓનો પણ પરિચય કરાવવો પ્રાપ્ત થાય છે.
તાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાયના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્ય છે. દિગંબરે તેમને પોતાની શાખામાં થયેલા અને તાંબરે તેમને પોતાની શાખામાં થયેલા ભાનતા આવ્યા છે. દિગંબર પરંપરામાં એ ઉમાસ્વામી” અને “ઉમાસ્વાતિ' એ નામથી જાણીતા છે; જ્યારે શ્વેતાંબર પરંપરામાં ફક્ત “ઉમાસ્વાતિ એ નામ જાણીતુ છે. બધા જ દિગંબરે અત્યારે એમને તત્ત્વાર્થશાસ્ત્રના પ્રણેતા ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય તરીકે માને છે અને શ્વેતાંબરેમાં પણ થોડી ઘણું એવી સંભાવના
૧. જુઓ “સ્વામી સમતભદ્ર પૃ૦ ૧૪થી આગળ, २. "आयमहागिरेस्तु शिष्यो बहुल-बलिस्सहो यमलभ्रातरौ तत्र
-
-
-
-
-