Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ ૧૪ પરિમાણની મર્યાદાને લક્ષ્યમાં રાખી સ્વતંત્રપણે કરો અને કોઈ એક જ ફિરકાને વશ ન થતાં જૈન તત્વજ્ઞાનને અગર તે સૂત્રકારને જ અનુસરવું. આટલી બાબતો ધ્યાનમાં રાખ્યા છતાં પ્રસ્તુત વિવેચનમાં ભાષ્ય, તેની વૃત્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકના જ અંશો વિશેષપણે આવે એ સ્વાભાવિક છે; કારણ કે એ જ પ્રથા મૂળ સૂત્રના આત્માને સ્પર્શ કરી સ્પષ્ટ કરે છે. તેમાંયે ઘણે સ્થળે ભાષ્યનું જ પ્રાધાન્ય મેં રાખ્યું છે. કારણ કે જેમ એ જૂનું છે તેમ પણ હેઈ સૂત્રકારના આશયને વધારે સ્પર્શનારું પણ છે. પ્રસ્તુત વિવેચનમાં પ્રથમની વિશાળ જના પ્રમાણે સરખામણી કરવામાં નથી આવી તેથી એ ઊણપ બહુ થોડે અંશે દૂર કરવા અને સરખામણીની પ્રધાનતાવાળી આજકાલની રસપ્રદ શિક્ષણપ્રણાલીને અનુસરવા સરખામણીનું કાર્ય પરિચયમાં કર્યું છે. દેખીતી રીતે પરિચયમાં કરેલી સરખામણી વાંચનારને પ્રમાણમાં બહુ જ ઓછી લાગશે એ ખરું, પણ બારીકીથી અભ્યાસ કરનારાઓ જોઈ શકશે કે એ એટલે અંશે નાની લાગે છે તેટલી જ તે વધારે વિચારણીય છે. પરિચયમાં કરાતી સરખામણીમાં લાંબી લાંબી વિગતે અને હકીકતોને સ્થાન ન જ હોય તેથી સરખામણના મુખ્ય મુદ્દાઓ પહેલાં તારવી પછી સંભવિત બાબતો વૈદિક અને બૌદ્ધ દર્શન સાથે સરખાવવામાં આવી છે અને વિગતે વિચારી જવા માટે તે તે દર્શનના ગ્રંથોનાં સ્થળે મેટે ભાગે સૂચિત કયી છે. આથી અભ્યાસીને પોતાની બુદ્ધિ અજમાવવાને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 588