________________
તેની પાછળ દષ્ટિ પણ ટૂંકાઈ, છતાં મેં આ મધ્યમમાર્ગી વિવેચનપદ્ધતિમાં મુખ્યપણે નીચેની બાબતો ધ્યાનમાં રાખી છે:
૧. કોઈ પણ એક જ ગ્રંથને અનુવાદ કે સાર ના લખતાં તેમજ કોઈ એક જ ફિરકાના મંતવ્યનું અનુસરણ ન કરતાં જે કાંઈ આજ સુધી જૈન તત્ત્વજ્ઞાનને અગે વાંચવાવિચારવામાં આવ્યું છે, તેને તટસ્થ ભાવે ઉપયોગ કરી વિવેચન લખવું. ૨. મહાવિદ્યાલય કે કોલેજના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને અનુકૂળ આવે તેમ જ જૂની ઢબથી ભણતા વિદ્યાર્થીઓને પણ માફક આવે એ રીતે સાંપ્રદાયિક પરિભાષા કાયમ રાખ્યા છતાં તેને સરલ કરી પૃથક્કરણ કરવું. ૩. જ્યાં ઠીક લાગે અને જેટલું ઠીક લાગે તેટલા જ પ્રમાણમાં સંવાદ રૂપે અને બાકીના ભાગમાં સંવાદ સિવાય જ સીધી રીતે ચર્ચા કરવી. ૪. વિવેચનમાં સૂત્રપાઠ એક જ રાખ અને તે પણ ભાષ્યસ્વીકૃત. અને જ્યાં જ્યાં મહત્ત્વને અર્થભેદ હેય ત્યાં એ જુદું પડતું સૂત્ર ટાંકી એને અર્થ નીચે ટિપ્પણીમાં આપ. અર્થદષ્ટિએ બંધ બેસે તેવાં એક કે
અનેક સૂત્રને સાથે લઈને તેમને અર્થ લખો અને સાથે જ વિવેચન કરવું. તેમ કરતાં વિષય લાંબે હેય તે તેના પેટાભાગ પાડી મથાળાઓ દ્વારા વક્તવ્યનું પૃથક્કરણ કરવું. ૬. બહુ પ્રસિદ્ધ હોય ત્યાં જ અને બહુ ગૂંચવાડે ઊભો ન થાય તેવી જ રીતે જૈન પરિભાષાની જનેતર પરિભાષા સાથે સરખામણી કરવી. ૭. કઈ પણ એક બાબત પર કેવલ
તાંબરના કે કેવલ દિગંબરનાં કે બન્નેનાં મળી અનેક મંતવ્યો હોય ત્યાં કેટલું અને કહ્યું લેવું અને કયું છેડવું એને નિર્ણય સૂત્રકારના આશયના નજીકપણું અને વિવેચનના