________________
૧૯. કોઈ અરણ્યવાસી કે પર્વતમાં રહેતો જો ઘરે આવી વસે અને આ દર્શનમાં
દાખલ થાય, તો તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
૨૦. તે માણસો ધર્મવિદ નથી અને તે કેમ સાંધવું તે નથી જાણતા. જે આમ
અહંકારથી બોલ્યા કરે છે તે સંસારના ઓઘમાંથી છૂટે નહિ.
૨૧. તે ધર્મના વિદ્વાન નથી, વળી કેમ સાંધવું તે પણ તેઓ નથી જાણતા. જે
આમ બોલે છે તે સંસારપાર ન થાય. '
૨૨. તે ધર્મના વિદ્વાન નથી કે નથી જાણતા કે કેમ મૈત્રી કરવી. આમ જે બોલે છે - તે બધા ગર્ભપાર ન જ થાય.
૨૩. તે મૈત્રી કેમ કેળવવી તે નથી જાણતા કે નથી ધર્મના સારા જાણકાર, જે
આમ બબડે, તે જન્મપાર ન જ થાય.
૨૪. કેમ જોડવું તે નથી જાણતા, કે નથી ધર્મવિદ. જે આમ બોલે છે તે દુઃખોથી
પાર ન જ થાય.
૨૫. કેમ સાંધવું તે નથી જાણતા, કે નથી ધર્મજ્ઞાની. જે આમ બોલે છે તે
યમરાજાથી પાર ન જ થાય.
૨૬. અનેક જાતના દુઃખો તે વારંવાર અનુભવે છે. તે સંસારના ચક્રની અંદર
વ્યાધિ, મૃત્યુ અને ઘડપણની વ્યથાથી આકુળ થાય છે.
૨૭. જિનોત્તમ પ્રભુ મહાવીરે (જ્ઞાતપુત્રે) કહ્યું છે કે આ સર્વે, ઉપર નીચે જતાં
અનંત ગર્ભમાં જવા ઇચ્છે છે.
પ્રથમ ઉદ્દેશ પૂરો થયો (અધ્યયન ૧)