________________
૧૨૦. આ લોકે દુઃખ છે પણ પરલોક તેથી ઘણો જ દુઃખદાયક છે. ઘરે જવાથી ધર્મનો નાશ થાય છે તે જાણી ઘરે જઈ વસવાટ ક૨વા કોણ જાય ?
૧૨૧. આ લોકે જ્યાં વંદન પૂજન છે, તે એક મોટો ખાડો છે તેમ જાણી લે. સૂક્ષ્મ કાંટો કાઢવો ઘણો જ મુશ્કેલ છે, તેથી જ વિદ્વાન કોઈ સાથે સહવાસ ન કરે, સાથે રહેવાનું ત્યાગે.
૧૨૨. કોઈ પોતાની જગ્યાએ આસન કરે છે તો કોઈ શૈયા પર સમાધિ આચરે છે. ભિક્ષુ તપના બળ વડે વચન ગુપ્તિ પાળી સુવ્રત ધારતો અધ્યાત્મી થાય.
૧૨૩. સંયમ પાળતો મુનિ જ્યારે તે ઉજ્જડ ઘરે હોય, ત્યારે તે કમાડ ઉઘાડે નહિં કે બાહ૨ જુએ નહિ. પૂછે તો જવાબ ન આપે, તે જગ્યા સાફ ન કરે કે ઘાસ પણ ત્યાં પાથરે નહિ.
૧૨૪. સૂર્યાસ્ત થયે આકુળ ન થાય. સારા નરસા ઉપસર્ગો મુનિ સહન કરે. ત્યાં જાનવર, ભયંક૨ દેખાવ, કે સર્પ હોય તો પણ તે ઉપસર્ગો સહન કરે.
૧૨૫. ઉજ્જડ ઘરે ગયેલો મહામુનિ સર્વે ત્રણ પ્રકારના ઉપસર્ગો, જેવા કે તિર્યંચના, મનુષ્યના કે દેવોના હોય તે સહન કરે. તેનાં રૂવાં પણ ન હલે.
૧૨૬. ઉજ્જડ ઘરે ગયેલો ભિક્ષુ જીવવાની ઇચ્છા ન કરે, વળી વંદન પૂજન ટાળે. કારણસર ભયંકર ઉપસર્ગો ઊપજે તે સર્વે સહન કરે.
૧૨૭. ભય પામેલા અને ત્રસ્ત જીવોનો તારક, વિયુક્ત આસને બેસે છે, તે સામાયિકમાં છે જો તે ભયથી ડંખાય નહિ.
૧૨૮. ધર્મસ્થિત થયેલો મુનિ ગરમ પાણી વાપરવા શરમાય છે. દુષ્ટ રાજાના સંસર્ગથી તથાગત પણ સમાધિ ભ્રષ્ટ થાય છે.
33