________________
૫૦૬. જ્ઞાનીનો કહેલો સાર આમ છે કે કોઈની પણ નાની સરખી હિંસા ન કરે.
અહિંસાનો સિધ્ધાંત જ અહીં વર્તે છે તે જાણ.
૫૦૭. ઊંચે, નીચે અને તિર્યક દિશાઓમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવો છે ત્યાં
બધી રીતે વિરતિ કરે. તે જ શાંતિ અને નિર્વાણ છે, એમ કહ્યું છે.
૫૦૮. મોટા દોષ દૂર કરે, કોઈનો વિરોધ ન કરે. આ પ્રમાણે મન, વચન, કાયા
વડે જીવનના અંત સુધી પાળે.
૫૦૯. તે સુવ્રતધારી જ્ઞાની, ધીર થઈ આપેલી ભિક્ષાનો આહાર કરે છે. નિત્ય
એષણા સમિતિ પાળી, ઇચ્છાઓ ત્યાગે છે.
૫૧૦. જીવહિંસા કરી, ઉદ્દેશથી જે કર્યું છે, તેવું અન્નપાણી તું ગ્રહણ ન કરે અને
સંયમને સારી રીતે જાળવે.
૫૧૧. વધુ મેળવી ખાવા પિવાનું ન જ કરે, આ ધર્મનો શ્રેષ્ઠ મત છે. જરા પણ તે
માટે મેળવવાનું સર્વ રીતે ન જ કહ્યું.
૫૧૨. આત્માની ગુપ્તિ ધારતો જિતેન્દ્રિય, હણવા સંમતિ ન આપે, તે સ્થાનની,
ગામની કે નગરની શાંતિ અર્થે પણ ન જ આપે.
૫૧૩. ત્યાં શબ્દો ઉપર કાબુ રાખે અને તેમાં પુણ્ય છે એમ ન કહે, અથવા પુણ્ય
નથી એમ કહેવું તે જ ઘણું ભયજનક છે.
૫૧૪. જે માણસો દાન આપવા અર્થે, ત્રસ સ્થાવર જીવોની હિંસા કરે છે તેમનું
રક્ષણ કરવા માટે પુણ્ય છે, તેમ ન કહે.
૫૧૫. જે વિષે તે વિચારે છે તે જાતનું અન્ન પણ (હિંસાવાળું) તેથી લાભાંતરાય
થાય માટે પુણ્ય નથી, તેમ પણ કહે નહિ.
133
-