________________
૧૫. અધ્યયન પંદરમું “જમતીત”
૬૦૭. ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના નાયકો જ્યારે દર્શનાવરણી
કર્મો નાશ થાય ત્યારે તે સઘળા રક્ષણકર્તા મનાય છે.
*
**
૬૦૮. જ્યારે સર્વ શંકા નાશ પામે ત્યારે તે પૂરેપૂરું જાણે છે. પરિપૂર્ણ જ્ઞાની જ્યાં
ત્યાં થાય નહિ એમ કહેલું છે. તે યથાતથ્ય છે.
૬૦૯. જે સત્ય શ્રુતને ભાખે છે તે જ સાચું શ્રુત કહે છે. તે સત્યથી સદાપૂર્ણ છે,
સર્વ સાથે મૈત્રી વિચારવી યોગ્ય છે.
૬૧૦. કોઈ પણ જીવનો વિરોધ કરવો નહિ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે શ્રેષ્ઠ મત
છે. આ જગને શ્રેષ્ઠ રીતે જોવાની આ દરેક જીવની ભાવના છે.
૬૧૧. ભાવ અને યોગથી શુદ્ધ આત્મા, તે જળમાં નાવની જેમ કહ્યો છે. નાવથી
તીર પ્રાપ્ત થાય છે તેમ સર્વ દુઃખો તૂટે છે.
૬૧૨. વિદ્વાન પોતાનાં કર્મો અને પાપોને જાણી તોડે છે. પાપ કર્મો તે તોડે છે
અને નવાં કર્મો કરતો નથી.
૬૧૩. તે નવાં કર્મો કરતો નથી, નામ કર્મ પણ ન કરે. ભગવાન વીરે તે જાણી
લીધું છે, તેમને જન્મ અને મૃત્યુ નથી.
૬૧૪. મહાવીરને મૃત્યુ નથી, તેમને પૂર્વેના કર્મો જ રહ્યાં નથી. વાયુ વાળાને
અર્ચે છે તેમ સ્ત્રીયો આ લોક પ્રિય છે.
૬૧૫. જે સ્ત્રીઓને સેવે નહિ તે લોકો પ્રથમ મોક્ષે જાય છે. તે લોકો બંધનોથી
મુક્ત છે અને જીવવા ઇચ્છા નથી કરતા.
159 - -