________________
૬૨૬. ક્યાં અને કેટલા બુદ્ધિમાન તથાગત રૂપે ઊપજે છે? તથાગત અપ્રતિજ્ઞ છે
તે લોકોનાં શ્રેષ્ઠ નેત્ર જેવાં છે.
૬૨૭. જે સ્થાન વિશે કાશ્યપ મુનિએ કહ્યું છે તે સ્થાનસર્વ શ્રેષ્ઠ છે. પંડિતો તે
કૃત્યો કરવાં નિવૃત્ત થાય છે અને તે ચોક્કસ મેળવે છે.
૬૨૮. પંડિત પોતાની શક્તિથી પ્રવર્તતાં કર્મોનો નાશ કરે છે. પછી તે પૂર્વે કરેલાં
કર્મો તે ધોઈ નાખે છે. નવાં કર્મો તે કરતાં નથી.
૬૨૯. મહાવીર અનુપૂર્વથી કરેલાં કર્મોના રજનો સામનો કરી તે સર્વે કર્મોને
ત્યાગે છે. એવો મત છે.
૬૩૦. કર્મોના મેલનો શલ્યની જેમ નાશ કરવો તે મત સર્વે સાધુઓનો છે. તે
સાધ્ય કરી તે તરે છે અને દેવ થાય છે.
૬૩૧. પૂર્વે વીર થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ સુવ્રતધારી થશે. તે બન્ને સમ્યક્
જ્ઞાનનો માર્ગ જ છેવટે પ્રકાશમાં લાવશે અને સંસાર તરી જશે.
આમ હું કહું છું. અધ્યયન પંદરમું સમાપ્ત થયું.
163