________________
૧૬.
અધ્યયન સોળમું “ગાથા’’
૬૩૨. આમ ભગવાન બોલ્યા ઃ આમ તે શાંત, વેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલો, તેને બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ કહ્યો છે. (૧)
૬૩૩. શિષ્યે કહ્યું: હે ભગવંત! તેને કેમ કરી શાંત દ્રવેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલો હોય, તો તે બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કે નિગ્રંથ કહેવાય? તે હે મહામુનિ ! તમે કહ્યું નથી. (૨)
૬૩૪. જે અહીં સર્વ પાપોથી વિરતિ કરે છે, રાગ, દ્વેષ, કલહ, આરોપ કરવો, પૈશૂન્ય, પ૨પરિવાદ, અરિત, ચિંત, માયા, ખોટું બોલવું, મિથ્યાદર્શન શલ્ય, આ સર્વેથી વિરતિ કરે, સમિતિ પાળે, સ્વહિતે યતના કરે, ક્રોધ કે ગર્વ ન કરે તે બ્રાહ્મણ કહેવાય. (૩)
૬૩૫. અહીં પણ, શ્રમણ નિશ્રામાં ન રહે, નિયાણું ન કરે, ક્રોધ, માન, માયા ને લોભ ન કરે, રાગદ્વેષ ટાળે, યતના કરે, પોતાના દોષ વર્જન કરે. હિંસા ન કરે, તેને શાંત, વેલો, કાયાથી કાર્યોત્સર્ગ કરેલાં, તે શ્રમણ કહેવાય. (૪)
૬૩૬. જે આમ ઉન્નતિ વિનાનો, નામથી નમે નહિ. તે દાંત, દ્રવેલો અને શરીરથી કાર્યોત્સર્ગ કરેલો, જુદા જુદા ઉપસર્ગોને સહે છે. અધ્યાત્મ, શુદ્ધ થઈ પ્રાપ્ત કરે છે. શુદ્ધ યોગ કરે છે. તે પરદત્ત ભોજન જાણે છે. તેને ભિક્ષુ કહેવાય. (૫)
165