________________
૬૦૪. સારી રીતે યોગ્ય રીતે, બોલે અને શીખવાડે પણ. બહુ ન બોલવા યતના
કરે. તે દૃષ્ટિમાં પોતાની દષ્ટિને હાનિ કરે નહિ. તે ભિક્ષુ સમાધિને જાણી તેને કહેવા સમર્થ છે.
૬૦૫. જેથી દુઃખ થાય તેવું પીઠ પાછળ ન બોલે, રક્ષણહાર સૂત્રાર્થ કરે નહિ.
શાસ્ત્ર અને શ્રુત ભક્તિથી ક્રમવાર બોલે, તે રીતે જ શ્રત અને સમ્યકત્વનું પ્રતિપાદન કરે.
૬૦૬. તે સૂત્રોને શુદ્ધ રીતે જાણે છે, તપ કરે છે, તે ધર્મોપદેશ સાચી રીતે દે છે.
તે શ્રેષ્ઠ વક્તા કુશળ છે અને જાદો તરી આવે છે. તેવો મુનિ સમાધિ વિશે બોલવા પાત્ર છે.
આમ હું કહું છું. અધ્યયન ચૌદમું સમાપ્ત થયું.
157