________________
પ૯૬, ત્યાગ અર્થે તે ભિક્ષુ શાંત રહે છે, પોતાના તેજ વડે તે વિશારદ થાય છે.
આત્માર્થી થઈ મૌન પાળે છે. શુદ્ધ થઈ મોક્ષે જાય છે.
૫૯૭. ધર્મને જાણી જાગ્રતિ કરે છે. જ્ઞાની હોય તે અંત કરતા થાય છે. તે સંશોધન
કરી પ્રશ્નોનો જવાબ દે છે, તે બન્ને કર્મનાશ કરી મુક્ત થવા અને સંસાર પાર થવા માંગે છે.
પ૯૮. તે ઘર છાજે નહિ કે કોઈને ઈજા પણ ન કરે. માન અને કીર્તિને ઇચ્છે નહિ.
તે પોતાના જ્ઞાન વડે કોઈની મશ્કરી ન કરે, વળી કોઈને આશીર્વાદ આપી જાગ્રતિ કરે નહિ.
૫૯૯. જરા પણ હિંસાની શંકાથી તેને અણગમો થાય છે, તે પોતાના ગોત્રનું
જીવનનિર્વાહ મંત્રોથી કરે નહિ, પ્રજા પાસેથી તે જરા પણ ઇચ્છે નહિ, મિથ્યાત્વી ધર્મો વિશે કશુંયે ન કહે.
૬૦૦. મિથ્યાત્વીઓના હસવામાં સંધાય નહિ. નીચ પણ સાચું અને કર્કશ પણ
જાણી લે. કોઈને હલકો માને કે કરે પણ નહિ. ભિક્ષુ આકુળ ન થાય અને કષાયોથી દૂર રહે.
૬૦૧. ભિક્ષુ શંકા વિનાના ભાવમાં શંકા કરે. તે બોલવામાં સ્યાદ્વાદનો ઉપયોગ
કરે. ધર્મમાં સ્થિર રહી બે જાતની ભાષાનો પણ ઉપયોગ કરે. પોતાની હોંશિયારી અને જ્ઞાનથી જાગ્રતિ આણે.
૬૦૨. સમય જાય તેમ અસત્યને પણ જાણે. સાચું સાચું છે એમ કર્કશ થઈ ન
બોલે. હિંસાની વાર્તા ન કરે. નિરુદ હોય તેને લંબાવે નહિ.
૬૦૩. સમિતિઓ પાળી શાંત થઈ અર્થયુક્ત અને પરિપૂર્ણ રીતે સિધ્ધાંતનું કહે.
આજ્ઞા શુદ્ધ વચને કરે, ભિક્ષુ પાપનો વિવેકથી વિચાર કરે અને તે દૂર કરે.
155