________________
૫૮૭. જ્યારે જાવાન કે વૃદ્ધ ધર્મનું શિક્ષણ ભણવા પ્રેરે ત્યારે ત્યાંથી ઊઠી જાય
નહિ, જેમ ઘરની દાસી ઘણી જ ગુસ્સે ભરાય પણ ઘર છોડી જાય નહિ તેમ તે ત્યાંથી જાય નહિ.
૫૮૮. માટે તું ક્રોધ ન કરે કે ત્યાંથી ન ચાલી જાય, વળી જરાપણ ઉધ્ધત બોલે
નહિ કે ખરાબ શબ્દોથી જવાબ ન આપે. તેમની આજ્ઞા ધારી તે જ પ્રમાણે વર્તે. ભૂલ કરવા કરતાં આ શ્રેષ્ઠ છે.
૫૮૯. વનમાં ડાહ્યા માણસને મૂઢ માણસ હિતકર માર્ગ કહે છે તેથી આ મારા
માટે શ્રેયસ્કર છે. જ્યારે મને વિદ્વાન, ધર્મનું શીખવાડે છે, તે મારા હિતમાં છે.
૫૯૦. હવે તે મૂઢ માણસની ડાહ્યા માણસે કાયાથી પૂજા કરવી અને ત્યાં તે વિશેષ
રીતે કરવી ઘટે. આ ઉપમા કહી ભગવાન મહાવીરે કહ્યું છે કે સિધ્ધાંત મેળવવા અર્થને જાણી લે. .
૫૯૧. જ્યારે અંધારામાં જતાં રાતના માર્ગ દેખાય નહિ, પછી જ્યારે સૂરજ ઊગે
તે જ માર્ગે પ્રકાશ થવાથી સારું દેખાય છે.
૫૯૨. ભલે તને પરપંથ ગમે પણ અજ્ઞાનથી ધર્મ જાણે નહિ. જ્યારે જ્ઞાની જિનનાં
વચનોથીસૂર્યોદયની જેમ આંખોથી સ્પષ્ટ દેખે તેમ સારું અને સ્પષ્ટ ધર્મજ્ઞાન થાય તે દેખે.
૫૯૩. ઊંચે, નીચે અને તિર્ય દિશાઓમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવો છે.
સદાય તેમની યતના કરે અને મનને દોષ ન લગાડી કે ધ્રુજાવી, પ્રવજ્યા કરે.
૫૯૪. કેવળીની સમાધિ જાણી, યોગ્ય કાળે પ્રજાને પૂછે. દ્રવેલા માણસનું વૃત્ત
જોઈ, તે સાંભળવા જાદા જુદા શ્રોતાઓ પ્રવેશ કરે છે.
૫૯૫. અહીં સ્થિરતાથી રહી ત્રણ રીતે રક્ષણ આપે છે. આને શાંતિનો નિરોધ કહે
છે. ત્રણ લોકને જોનારા કહે છે કે આનો ઉપયોગ પ્રમાદથી ન કરે.
153