________________
૧૪.
અધ્યયન ચૌદમું ‘‘ગ્રંથ''
૫૮૦. ગ્રંથને છોડી શીખ, અહીંજ જાગ્રતિ કરવા સારું બ્રહ્મચર્ય પાળે. લોકવાદને સારી રીતે જાણે અને તેને દૂર કરવા પ્રમાદ ન કરે.
૫૮૧. જ્યાં પંખીનું પીલું પાંખ વિનાનું જન્મે, ત્યાં ઊડવા અર્થે ગમે તેમ અવાજ કરે છે. ત્યારે તેને પાંખો વિનાનું જાણી અવ્યક્ત રીતે ઢંક જેવા પક્ષીઓ તેને હરી જાય છે.
૫૮૨. ભલે તને પ૨પંથ ગમે, તું તે વિશે મનમાણ્યો છૂટથી બોલે છે. જેમ પક્ષીનું પીલું પાંખ વગરનું હોય તેને પાપીઓ હરી જાય તેમ તને મિથ્યાત્વીઓ હરી જશે.
૫૮૩. બળવા સિવાય અંત નથી તે જાણી માણસ સમાધિથી અંત કરવા માંગે છે. દયાયુક્ત વૃત્તનો સાક્ષાત્કાર કરતો તે આશુપ્રજ્ઞથી દૂર નથી જવા માંગતો.
૫૮૪. જે સારા સજ્જન સાથે પોતાના સ્થાને કે શયનાસને પરાક્રમી કૃત્યો કરે છે, તે સમિતિ પાળતો, ગુપ્તિઓ ધારતો, આત્મપ્રજ્ઞાથી જાગૃતિ કરવા જુદું જાદું બોલે છે.
૫૮૫. ભયંક૨ શબ્દો સાંભળે છતાં તેનાથી ન ડગે અને પાપ વિનાનો થઈ પ્રવજ્યા કરે. ઊંઘમાં ભિક્ષુ પ્રમાદ ન કરે વળી કેમ કેમ કહી પૃચ્છા ન કરે.
૫૮૬. નાના કે મોટા વડે, કે સમાન ઉંમરના ગુરૂ વડે, શિક્ષણ અપાય ત્યારે સમતાથી ત્યાં જ સ્થિર થાય, તે છોડી જાય નહિ. વળી જો તે પૂરું ન થયેલું હોય, છતાંય ત્યાંથી ક્યાંય જાય નહિ, છોડે નહિ. સ્થિર થઈ રહે.
151