________________
પ૭૪. શ્રેષ્ઠ ભિલુ રાગને દૂર કરે. બહુજનોમાં એકલવિહારી થાય. શ્રેષ્ઠ મૌન
ધારી જાગ્રતિ કરે. જીવને એક જ ગતિ મળશે, તે જાણે.
પ૭૫. પોતાનો જાણેલો કે સાંભળેલો ધર્મ, જે હિતકર છે, તે કહે. જે નિયાણાયુક્ત
પ્રયોગો છે, તે ધર્મધીર સેવતા નથી.
પ૭૬. કોઈ ન સમજાતો ભાવ હોય તેનો તર્ક કરી, ક્ષુદ્ર પણ શ્રદ્ધા કરતો નથી.
આયુષ્યનો કાળ ટૂંકો થાય છે એમ જાણે ત્યારે તેનું અનુમાન બીજે અર્થે કરે.
પ૭૭.ધીર માણસ કર્મ અને છંદને જાણે. સર્વ રીતે આત્મભાવ બધેય લાવે.
જીવોના પોતાનાં રૂપનો, ભયથી નાશ થાય છે તે ત્રસ સ્થાવર જીવોથી
શીખે.
૫૭૮. ભિક્ષુ પૂજન, સત્કારની ઇચ્છા ન કરે, કશાને પણ પ્રિય કે અપ્રિય એમ કહે
નહિ. અર્થ વગરનું સઘળું વર્પ કરે. ભિક્ષુ અનાકુલ અને અકષાઈ થાય.
૫૭૯. કહેલા સત્યને સારી રીતે જોઈ અને જાણી સર્વ પ્રાણીઓની હિંસા ન કરે કે
શિક્ષા ન દે. જીવવા કે મરણની ઇચ્છા ન કરે. તે ફરી આ સંસારે વળવાનું છોડી મુક્ત થાય તેમ વિચારે, અને પ્રવજ્યા કરે.
આમ હું કહું છું. અધ્યયન તેરમું સમાપ્ત થયું.
149.