________________
૧૩. અધ્યયન તેરમું “સત્ય કથન”
૫૫૭. હું અહીં સત્ય કથન પ્રકાશમાં લાવીશ. અનેક જાતના પુરુષો ઊપજે છે.
કોઈ ધર્મવાન તો કોઈ કુશીલ, હું અશાંતિની ફરીથી સર્વત્ર શાંતિ કરીશ.
૫૫૮. ધર્મ જાણવા અને પામવા તથાગત સમીપે દિનરાત રહે છે તે સમાધિ ભંગ
કરાવતા કે કરતા હર્ષ પામતા નથી પણ શસ્ત્રની જેમ તીવ્ર બોલે છે.
૫૫૯. શોધન કરેલું તે કહે છે, તે બીજાને આત્મભાવથી જાગ્રત કરે છે. આવા | ગુણો ધારતાં જે શંકાયુક્ત થઈ જ્ઞાનને ખોટી રીતે કહે છે, તે અસ્થાને છે.
પ૬૦. જે પુષ્ટ છે, તે દેખાય તે ઊંચકી જાય છે અને લેવા અર્થે ઠગે છે. તે દુષ્ટ
પોતાને સજ્જન માને છે. ઠગારો અનંત ઘાત ઇચ્છે છે.
પ૬૧. જે ક્રોધથી જગનો ઉદ્દેશ કહે છે તે દોષવાળું કહે છે. જેમ કોઈ આંધળો
ખોટો (અવળો) માર્ગ લે છે, તે પોતાના દોષવાળાં કર્મ કરી ઘસાય છે.
પ૬ર. જે ઝઘડાખોર અણજાણ્યું બોલે છે તે શાંતિ મળે સરખો ન થાય. તે નીચે
પડતો, શરમે ભરાય છે. તેની એક જ દષ્ટિ તે માપ વગરની છે.
૫૬૩. તે કુશળ પણ નાનો પુરુષ હોય છે, જે સરળ રીતે ગુજરાણ મેળવે છે. તેને
ઘણું સાચું કહ્યા પછી, શિખામણ આપે ત્યારે શાંત થઈ જાય છે.
પ૬૪. જે પોતાને શ્રીમંત માને છે, વાદને જાણી કરી ન જોવાય તેમ કરે છે. તપને
તે હિતકર માને છે, અન્ય જીવોને તે બિંબની જેમ જોવે છે.
૫૬૫. તે ખરાબ કૂડકપટથી પ્રલિપ્ત થયો છે, ગોત્રમાં મૌન ધારતો નથી. જે
ગર્વનાશ થાય ત્યારે ઉત્કર્ષ પામે છે, તે ધનને અન્ય રીતે જાણતો નથી.
145