________________
૫૫૦ તથાગત ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના આ લોકને જાણે છે. તે બીજાઓ
માટે અનન્ય નેતા છે. જ્ઞાની જીવનનો અંત કરતા થાય છે.
૫૫૧. તે કર્મો કરતા કે કરાવતા નથી. હિંસાની શંકાએ અણગમો કરે છે. સદાયે
ધીરો યત્નોપૂર્વક પ્રનમન કરે છે, કોઈ વિજ્ઞપ્તિથી ધીર થાય છે.
પપર. આ સર્વ લોકે તે, જાવાન અને વૃદ્ધ માણસોને પોતાના સમાન ગણે છે. તે
આ મોટા લોકની ઉપેક્ષા કરે છે. જ્ઞાની અપ્રમત્ત થઈ વિચરે છે.
પપ૩. જે પોતાને અને બીજાને પણ જાણે છે, તે પોતાના અને બીજાના માટે પૂરા
છે, તેવા દિવ્યજ્ઞાની પાસે સદાયે આવી વસે, તે ક્રમથી ધર્મ પ્રકાશે છે.
૫૫૪. જે પોતાને જાણે છે તે જગતને જાણે છે. જે આ ભવ જાણે છે તે પરભવ
પણ જાણે છે. જે શાશ્વતને જાણે છે તે અશાશ્વતને પણ જાણે છે. તે જન્મ, મરણ અને લોકમાં ઉત્પાતો થાય, તે પણ જાણે છે.
પપપ. જે નીચે હોઈ ઊઠવાનું જાણે છે, તે આશ્રવ અને સંવરને જાણે છે. જે
દુઃખને જાણે છે તે નિર્જરાને પણ જાણે છે. તે ક્રિયાવાદ કહેવા યોગ્ય છે.
૫૫૬. શબ્દો અને રૂપો માટે તે તૈયાર નથી. તે ગંધ અને રસમાં ન માને. જીવન
કે મરણની ઇચ્છા ન કરે. જે કર્મ મેળવવાથી દૂર છે તે ફરી સંસારમાં વળવાથી મુક્ત છે.
આમ હું કહું છું. બારમું અધ્યયન સમાપ્ત થયું.
- 143