________________
૫૪૨. આંધળો નેત્ર ન હોવાથી કશાને પણ જોઈ ન શકે. અક્રિયાવાદી પણ આ જ
રીતે ક્રિયા છે છતાં તે વિરૂદ્ધ પ્રજ્ઞાથી જોતા નથી.
૫૪૩. જ્યોતિષી સપનાં, લક્ષણો, નિમિત્તો, શરીરનાં ચિન્હો, ઉત્પાતો વગેરે
આઠ જાતની વિદ્યાઓ, ઘણી ભણી કરી લોકોનું ભવિષ્ય જાણે છે અને
કહે છે.
૫૪૪. કેટલાક નિમિત્તો સાચાં પડે છે ત્યારે બીજાં સાચાં પડતાં નથી તે જાણ. તે
વિદ્યા ભણતા, જાણકારની જેમ મોક્ષે જવાની વાતો કરે છે.
૫૪૫. તે લોકો પાસે આમ કહે છે. શ્રમણ બ્રાહ્મણ સાચા છે. જાતે દુઃખ કરેલું
હોય ન કે બીજાએ. વિદ્યાનું આચરણ કરી મોક્ષ મળે છે, એમ તે કહે છે.
૫૪૬. અહીં તે લોકોનાં ચહ્યું છે અને નાયક પણ છે. હિતકર માર્ગ વિષે તે પ્રવેદે
છે. આ લોક શાશ્વત છે અને તે સાચું છે એમ કહે છે. તેમનાં ચરણો પાસે અગાધ માણસ વસે છે.
૫૪૭. રાક્ષસોના આત્મા, યમલોકના આત્માઓ, દેવો, અસુરોનાં શરીરો અને
આકાશમાં ફરતાં એમ જુદા જુદા આત્માઓ છે અને તે વિપરીત થઈ ઊપજે છે.
૫૪૮. અપારપાણીના પ્રવાહ જેવો સંસાર છે તે જાણ અને તેમાં ભવગ્રહણ કરી
મોક્ષ પામવો મુશ્કેલ છે. અહીં કામી સ્ત્રીઓ દુઃખી થાય છે, તે ફરીફરી આ જગમાં સંચાર કરે છે.
૫૪૯. મૂઢ, કર્મથી કર્મ ન ખપાવી શકે, ધીર પુરુષ, અકર્મથી કર્મ ખપાવે છે.
ડાહ્યા પુરુષો લોભનો મેલ દૂર કરે છે. સંતોષથી તે શુદ્ધ થાય છે.
141