________________
૧૨.
અધ્યયન બારમું સમોસરણ’’
૫૩૫. ચા૨ ધર્મોના પ્રાવાદિકો ભેગા થઈ જુદી જુદી વાર્તાઓ કરે છે. તે છે ક્રિયાવાદી, અક્રિયાવાદી, ત્રીજો વિનયવાદી અને ચોથો અજ્ઞાનવાદી.
૫૩૬. અજ્ઞાનવાદી કુશળ છે પણ તે શંકા પાર નથી અને સંસ્થાપિત થયા નથી. અચતુર અભણ સાથે અમાન્ય અનુક્રમ વિનાનું અસત્ય કહે છે.
૫૩૭. તે અસત્યને સત્ય માને છે, અને દુષ્ટને સાધુ કહે છે. અહીં જે વિનયવાદી છે તેમને ભાવ પૂછે, તો કહે છે કે વિનય અમારું નામ છે.
૫૩૮. તાત્પર્ય જાણ્યા વિના તે કહે છે કે અર્થ અમારી જેમ જ દીસે છે. તે ભવિષ્ય વિશે થોડુંક કહે છે. અક્રિયાવાદી ક્રિયા છે એમ કહેતા નથી.
૫૩૯. પોતાનું કહેવું મિશ્ર ભાવયુક્ત હોય છે. અજ્ઞાનવાદી કશું બોલતા નથી. આમ બીજો પક્ષ એ જ તેનો પક્ષ છે. તે ઠગારા જેવી વાત કરે છે.
૫૪૦. અક્રિયાવાદી જુદા જુદા પ્રકારની વાતો અજ્ઞાનથી કરે છે. ઘણાએ માણસો તે પહેલાથી લઈ આ સંસારે ઉપતર્કથી ભમ્યા કરે છે.
૫૪૧. સૂરજ ઊગતો નથી અને આથમતો પણ નથી. ચંદ્રમા વધતો નથી કે ઘટતો નથી. પાણી હલતું નથી, પવન ફૂંકાતો નથી. આ સર્વે ધ્રુવ જગત વાંઝણું છે.
-139