________________
પ૨૬. જ્યારે ઝરતી નાવમાં આંધળો માણસ ચડે છે અને તે પાર જવા ઇચ્છે છે,
પણ તે અધવચ્ચે ડૂબી જાય છે. ,
પર૭. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! ભવિષ્યમાં આવતા મોટા ભય વડે કે સંકટ
વડે મોટો શોક પામીશ.
પ૨૮. આ ધર્મનો અંગીકાર કરે આમ કાશ્યપ મુનિએ કહ્યું છે. તેથી તું સંસારના
મહાઘોર પ્રવાહને તરી જઈશ. તું અધ્યાત્મ વિચરતો રહે.
પ૨૯. જે કોઈ આ લોકમાં જીવે છે, તે ગ્રામધર્મથી વિરતિ લે. ત્યાં જાતે વિચાર
કરી, જરા પણ થોભવાનું વર્જ.
પ૩૦. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને
ત્યાગ અને મુનિ નિર્વાણ સાંધે.
૫૩૧. સમ્યફધર્મથી જોડાય અને પાપી ધર્મને છોડે. તપના બળથી મુનિ ક્રોધ અને
માનને ત્યાગે.
પ૩૨. જે બુદ્ધ થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, તેઓએ આ જગમાં રહેતાં
જીવોમાં શાંતિ સ્થાપી છે અને સ્થાપશે પણ.
પ૩૩. હવે અહીં જ વંટોળિયું આવ્યું છે, તે ઉચ્ચ અને નીચ માણસોને (જીવોને)
અડે છે. જેમ વાયુથી પર્વત ન હલે તેમ તું તેથી હણાય નહિ તે વિચાર.
પ૩૪. વીર સુવતી મુનિ પોતાને આપેલું જ ખાય. કાળની ઇચ્છા કરી નિવૃત્તિ લે.
આ છે કેવળી ભગવાનનો મત.
આમ હું કહું છું. અગિયારમું અધ્યયન સમાપ્ત થયું.