________________
૫૧૬. જે આવા દાનની પ્રશંસા કરે છે, તે જીવહિંસા ઇચ્છે છે. જે તેનો વિરોધ કરે
છે, તે વૃત્તિચ્છેદ કરે છે.
૫૧૭. માટે, બન્ને રીતે પુણ્ય છે કે નથી, તેમ બોલે નહિ. આત્મરક્ષા અર્થે તે ત્યાગે
કે જેથી નિર્વાણ પ્રાપ્ત થાય.
૫૧૮. જેમ નક્ષત્રોમાં ચંદ્ર છે તેમ જ્ઞાનીઓ માટે નિર્વાણ શ્રેષ્ઠ છે. તેથી ઇન્દ્રિયોનું
દમન કરતો, મુનિ નિર્વાણ મેળવે છે.
૫૧૯. કર્મોથી સંસારમાં વહી જતા જીવો માટે, સાધુ પ્રતિષ્ઠા રૂપે દ્વીપ છે એમ
કહ્યું છે.
પ૨૦. આત્મગુપ્તિ ધારતો, વિષયોનું દમન કરે છે, તે જ્ઞાની આશ્રવીરહિત છે.
તે પૂરો શુદ્ધ ધર્મ કહે છે.
પર૧. ધર્મને ન જાણતાં તે બુદ્ધ નથી છતાંયે પોતાને બુદ્ધ માને છે. જ્ઞાની મુક્તિને
માને છે અને છેવટે તે સમાધિ મેળવે છે.
પરર. તે ન જાણતા, બીજ અને પાણી વાપરે છે. તેમના અર્થે કરેલું ખાય છે અને
ધ્યાન ધરે છે. તે જાણકાર નથી અને સંતોષવિનાના છે.
પર૩. ઢંક, કંક, કૂતરું કે બગલો, વિચાર સાથે માછલાં તે ખાવાં ધ્યાન ધરે છે.
આ જાતનું ધ્યાન ખરાબ કહ્યું છે તે અધમ છે.
પ૨૪. મિથ્યાત્વી અનાર્ય શ્રમણ વિષની ઇચ્છા કરે છે. તેથી તે કંકપક્ષીની જેમ
અધમ હોય છે. તેનું ધ્યાન અધમ છે.
પ૨૫. શુદ્ધ માર્ગને ગ્રહણ કરવો એ તેને માટે દુર્મતિ છે. ઉન્માર્ગે જઈ તે દુઃખ
પામે છે. તેથી તે ત્યારે ઘાતની ઇચ્છા કરે છે.
135