________________
૧૧.
અધ્યયન અગિયારમું ‘“માર્ગ’’
૪૯૭.બુદ્ધિમાન બ્રાહ્મણે કયો માર્ગ ભાખ્યો છે ? કે તે સરળ માર્ગ પ્રાપ્ત કરી આ સંસારનો દુસ્તર પ્રવાહ માણસો તરી જાય છે.
૪૯૮. તે સર્વશ્રેષ્ઠ ધર્મ શુદ્ધ હોઈ સર્વ દુઃખોને દૂર કરે છે. હે ભિક્ષુ! જેમ તે મહામુનિએ ભાખ્યો છે, તે જાણેલો માર્ગ તેમજ મને કહે.
૪૯૯. જો કોઈ પૂછે, દેવ અથવા માણસ, તેને કયો માર્ગ કહીશ ? તેજ અમને કહે.
૫૦૦. જ્યારે કોઈ દેવ અથવા માણસ પૂછે તો તે માર્ગ સાધવો કેમ ? હું તે માર્ગ કહું છું તે સાંભળ.
૫૦૧. પૂર્વેથી જ તે મહાઘોર માર્ગ કાશ્યપ મુનિએ પ્રવેઘો છે. તેને પ્રાપ્ત ક૨વો તે જેમ વેપારી સમુદ્ર ખેડે તેમ, કઠણ છે.
૫૦૨. ભૂતકાળે તરી ગયા છે અને ભવિષ્યમાં પણ તરી જશે, અંતરમાં જે તરે છે, તેમને કહેલું, હે જીવો ! તે મારાથી સાંભળો !
૫૦૩. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવો પૃથક્ પૃથક્ છે. વળી વૃક્ષ, બીજ અને ઘાસ પણ જુદા જુદા જીવો છે.
૫૦૪.તે જ પ્રમાણે ત્રસજીવો જુદા જુદા છે. આ છ કાય જીવો કહ્યાં છે. આટલાજ જીવકાયો છે. બીજા કોઈ વિદ્યમાન નથી.
૫૦૫. સર્વ યુક્તિઓ વડે મનમાં તે ધારી લે. બધા જીવો દુઃખથી રડે છે માટે તે સર્વે જીવોની હિંસા જરાયે ન કરે.
131