________________
૪૮૯. જુદા જાદા મતવાળા માણસો હોય છે. ક્રિયા અને અક્રિયાનો પૃથકુવાદ
હોય છે. જાણે કે નવા જન્મેલા બાળકનો દેહ કાપ્યો છે, તેની માફક તે અસંયમી માણસોનું વેર વધારે છે.
૪૯૦. હિંસાખોર જીવો સાહસો કરે છે. તે અજ્ઞાને, આયુષ્યનો ક્ષય નથી જાણતા.
તે એકબીજાની મમતા કરે છે. દિનરાત તે સંતાપ કરે છે, જાણે કે તે અજરામર છે તેમ માની, સંસારમાં ભ્રમણ કરે છે.
૪૯૧. તે ધન-દોલત, જાનવરો અને સર્વે ત્યાગી, બાંધવો, પિતા, મિત્રોના મોહમાં
પડે છે. લલચાય પણ છે. ત્યારે અન્ય માણસો તેમનું વિત્ત હરણ કરે છે.
૪૯૨. જ્યાં સિંહ છે, ત્યારે નાનાં જાનવરો ભયની શંકાથી દૂર ચરે છે. તે બુદ્ધિમાન!
તે જ પ્રમાણે તું ધર્મનો વિચાર કર, અને પાપોથી દૂર થવા તેનો સર્વદા ત્યાગ કરે.
૪૯૩. બુદ્ધિથી વિચાર કરી અને તું પાપોને આત્માથી દૂર કરી નિવૃત્ત થા. હિંસાથી
વેર બંધાય છે અને તે મોટા ભય ઉપજાવે છે, તેથી હિંસા ન કરે.
૪૯૪. આત્માર્થિ, મુનિ ખોટું ન બોલે. પૂરેપૂરી સમાધિથી નિર્વાણ મળે છે. પોતે
ખરાબ કરે નહિ કે કરાવે નહિ. અન્ય કરતો થાય તેને સંમતિ ન આપે.
૪૯૫. શુદ્ધ થઈ દોષ ન કરે. અધ્યાત્મ મેળવવા મૂચ્છ ન કરે. ધૃતિથી મુક્ત થઈ
પૂજન સત્કાર ઇચ્છે નહિ. આમ મુનિ પ્રવજ્યા કરતો થાય.
૪૯૬, કોઈ જાતની પોતે ઇચ્છા ન કરી, કાયાનો ઉત્સર્ગ કરે, નિયાણા છેદે.
જીવન કે મરણની ઇચ્છા ન કરે. ભિક્ષુ વળવાથી મુક્ત થઈ વિચરે.
આમ હું કહું છું. અધ્યયન દસમું સમાપ્ત થયું.
129