________________
૪૮૧. વેરથી ભરાઈ તે પરિગ્રહ કરે છે. પછી અહીંથી મરણ પામ્યા પછી બહુ કપરી જગ્યાએ (નરકે) જાય છે. તેથી હે બુદ્ધિમાન! ધર્મનો વિચા૨ ક૨ અને સર્વદા મુક્ત થઈ મુનિ વિચરતો રહે.
૪૮૨. જીવવા અર્થે આવક ન કરે, તે માટે તૈયા૨ થયા વિના ફરતો રહે. સમતાયુક્ત બોલે, લોભનો નાશ કરે અને જેથી હિંસા થાય તેવી વાર્તા ન કથે.
૪૮૩. આધાકૃત ખાવાપીવાનું ઇચ્છે નહિ. ઇચ્છા થાય તો પણ તે રાખે નહિ. છેદાયેલું જાનવર હલે છે. તે પ્રમાણે જેનો ધનદોલતનો પ્રવાહ અપેક્ષા વિના નાશ પામે તે પણ દુ:ખથી હલે છે.
૪૮૪. તું એકત્વની પ્રાર્થના કરે, તેથી મોક્ષ મળે તે જાઠું નથી તે સમજ. અહીં મોક્ષ સાચો હોઈ, તપસ્વી ક્રોધ કે કષાયોમાં પડે નહિ અને સત્યમાં લીન થાય.
૪૮૫. સ્ત્રી સાથે મૈથુન ત્યાગે, પરિગ્રહ ન કરે, ઊંચાનીચા વિષયોનો રક્ષક અને તારક હોય, તે ભિક્ષુને નિશ્ચયથી, શંકા વિના સમાધિ પ્રાપ્ત થાય છે.
૪૮૬. રાગનો પ્રેમ ન કરી, તે શક્તિશાળી ભિક્ષુ ઘાસની અણીયો ભોંકે, જબરી ઠંડી કે ગરમી, મચ્છરોના દંશ, વિગેરે ઉપસર્ગો સહન કરે. સુવાસ અને દુર્ગંધને પણ સહે.
૪૮૭. ત્રણ ગુપ્તિઓ ધારતો સમાધિ પ્રાપ્ત કરે છે, ખરાબ લેશ્યાઓને ત્યાગી વિચરતો રહે. ઘર છાદે નહિ કે છદાવે પણ નહિ. પણ પ્રજા સાથે સંમિશ્ર ભાવે વર્તે.
૪૮૮. આ લોકે જે અક્રિયાવાદી છે, જ્યારે બીજા પંથના પૂછે ત્યારે તે વૈરાગ્યની વાત કરે છે. હિંસાથી આસક્ત, આ લોકે ઘણાય છે. તે મુક્તિ અર્થે ધર્મને
નથી જાણતા.
127