________________
૩૪૪. તે બાંધેલા અને દુષ્કૃત્ય કરેલા ત્યાં થનથને છે. તે દિનરાત પીડાય છે. એક
જ ઠગારા કૃત્યથી તે મોટા નરકે જાય છે અને વિષમ રીતે હણાય છે.
૩૪પ.તે નારકી દેવો હાથમાં મુસળ પકડી, તે પાપીઓને પૂર્વેના શત્રુ માની
રોષથી હણે છે. તે છિન્ન થયેલા દેહવાળા, લોહીની વાત કરે છે. તેથી તે ધરણી ઉપર ઊંચા મોઢે પડે છે.
૩૪૬. ત્યાં અનાશીતા નામે મોટું શીયાળ છે, તે ધૃષ્ટ સદાએ રોષ ભરેલો છે. તે
ત્યાં બહુ દૂર કર્મીઓને બચકાં ભરે છે. તે સાંકળ વડે નજીક જ બંધાયેલો
છે.
૩૪૭. સદાખલા નામે દુસ્તર નદી છે. તેનો પ્રવાહ પીગળેલા લોઢાની જેમ ચળકતો
અને ગરમ છે. તેને ઓળંગવા, અનુક્રમથી એકએકને મોકલે છે.
૩૪૮. આવા સંકટોથી પાપીઓ પીડાય છે. ત્યાં સદાયે ચિરકાળ દુઃખો હોય છે.
જ્યારે પાપી હણાય છે ત્યારે તેને રક્ષણ નથી. દરેકને આ દુઃખ પ્રત્યક્ષ ભોગવવું પડે છે.
૩૪૯. જેમ પાપ કર્યું હોય તેમ જ તે આ સંસારે આવે છે. ખરાબમાં ખરાબ
દુઃખને મેળવી, આ ભવે તે અનંત દુ:ખો ભોગવે છે, વેઠે છે.
૩૫૦. ધીર પુરુષ સર્વે નરકો વિશે સાંભળી, સર્વ લોકે જરા પણ હિંસા કરે નહિ.
અપરિગ્રહની શ્રેષ્ઠ દૃષ્ટિ રાખી બુદ્ધિમાન લોકવશ થાય નહિ.
૩૫૧. હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોના ચતુરંત અનંત કર્મ વિપાકોને બરાબર
જાણી, કાળ કરવા ઇચ્છે અને ચિરકાળ સારું આચરણ કરતો વિચરે.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન પાંચમું).
93