________________
૩૩૬. તીક્ષ્ણ શૂલો વડે તેમને ભોંકે છે, જાણે કે તે સૂવર વશ થયું હોય તેમ. તે શૂલથી વિંધાયેલા, દયાજનક રુદન કરે છે. બહુ જ દુ:ખ અને તેથી થતો રોગ આમ તે બે રીતે પીડાય છે.
૩૩૭. સદાજલ નામે ત્યાં નીચો નરક છે, તે મોટો છે. ત્યાં અગ્નિ લાકડાં વિના બળે છે. ભલે તે નારકી ત્યાંના રહેવાસી ન હોય છતાં ત્યાં તે ચિ૨ સ્થિતિમાં વર્તે છે.
૩૩૮. જ્યારે ત્યાં મોટી ચિતા રચે છે ત્યારે ક્ષોભથી નારકી જીવો રડે છે. ત્યાં તે પાપીઓ વર્તાય છે, જાણે કે હોમની જ્વાળામાં ઘી નંખાય તેમ લાગે છે.
૩૩૯. સર્વદા ત્યાં દુઃખોનું સ્થાન હોય છે. ત્યાં દુઃખો ઘણા જ ગાઢ રીતે ઊપજતા થાય છે. પાપીઓના હાથ-પગ બાંધી, શત્રુની જેમ દંડા વડે મારે છે.
૩૪૦.તે પાપીઓની પીઠ મારી મારી ભાંગી નાખે છે, લોઢાના હથોડાથી શિરોને ભાંગે છે. તે ભેદેલા દેહોને ફળીની માફક ઊભા રાખે છે. પછી તપાવેલાં તીક્ષ્ણ શસ્ત્રોથી નાશ કરે છે.
૩૪૧. રૂદ્ર અસાધુ કર્મો તેમના અર્થે યોજે છે, પછી ધમકાવી હાથીની જેમ વહન કરાવે છે. એકને ચઢાવી, તેની ઉપર બે અને ત્રણને ચઢાવે છે. પછી રોષથી તેમના અંડાંઓને વિંધે છે.
૩૪૨. તે પાપીઓને બળથી ચળકતી કાંટાવાળી મોટી ભૂમિ પર ચલાવે છે. બંધાયાથી તપેલા, વિખરાયેલા મનથી તે સર્વેનો જાણે કે કોટમાં બળી કરે તેમ, બાળે છે.
૩૪૩. વેતાલિક નામનો નરક બહુ જ દુઃખદાયક છે. તે એક જ પર્વત અંતરિક્ષે છે. ત્યાં ઘણાં જ ક્રૂર કર્મીઓ અનંત કાળ સુધી હણાય છે.
91